Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેશોદના ધારાસભ્ય માલમને પોઝીટીવ : સંક્રમણ ફરી વધ્યું : સુરેન્દ્રનગર-૧૫, ભાવનગરમાં કોરોનાના ૧૪ કેસ

રાજકોટ,તા. ૧૯: સૌરાષ્ટ્રભરમાં કોરોનાની ગતિ મંદ પડયા બાદ ફરી દર્દીઓમાં વધારો થવા લાગ્યો છે. કેશોદના ધારાસભ્યને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે તો સુરેન્દ્રનગરમાં ૧૫ મીને ભાવનગરમાં વધુ ૧૪ કેસ નોંધાયા છે.

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને નવા વર્ષ દરમિયાન સંખ્યાબંધ લોકો ધારાસભ્ય ની શુભેચ્છા મૂલાકાતે આવ્યા હોય તે બાદ તબિયત નાજુક થતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો ત્યારબાદ દેવાભાઈ માલમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.હાલ ડોકટરની સૂચના થી ધારાસભ્ય સેલ્સ હોમ ટાઈમ થયા છે.

મુલાકાતે આવેલા મુલાકાતીઓએ તેમના આરોગ્યની તકેદારી રાખવા તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયા મા પણ મેસેજ વાયરલ કર્યા છે

ધારાસભ્યના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ સોશિયલ મીડિયા પોસ્ટથી આ અંગેની જાણકારી આપી છે. કે દેવાભાઈ માલમના સંપર્કમાં આવેલાએ કોરોના ટેસ્ટ કરાવવા દિવાળીના તહેવાર બાદ ફરી રાજયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસમાં ૭૨ કેસો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ નો રાફડો ફાટી જવા પામ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાવાયરસના ૭૨ નવા પોઝિટિવ કેસો નોંધાતા સમગ્ર ફફડાટ વ્યાપી જવા પામ્યો છેકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫ નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે ત્યારે જિલ્લામાં તહેવારોના કારણે બજારોમાં ભીડ જોવા મળી રહી હતી અને વગર માસ્ક બાંધીએ પણ લોકો લટાર મારતા નજરે પડી રહ્યા હતા જેને કારણે જિલ્લામાં કોરોના સંક્રમણ આગામી દિવસોમાં વધવાના એંધાણ છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પોળોનાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ જેટલા કોરોનાવાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂકયા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૯૨૩ જેટલા કોરોનાવાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હાલમાં જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે કે તંત્ર દ્વારા સેનેટાઈઝર છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

ત્યારે બીજી તરફ જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમને હાલ હોમ આઇસોલેશન થયા છે અને અમુક દર્દીઓને સારવાર અર્થે હાલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરમાં ૮ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૯૮૮ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૯૮૮ કેસ પૈકી હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૮૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:48 am IST)