Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોરબંદરમાં નવા વર્ષના પ્રારંભથી પાણી વિતરણમાં ધાંધિયા

નગરપાલિકા દ્વારા પાણી વેરાના એડવાન્સ બીલની વસુલી છતાં પુરતુ પાણી વિતરણ થતુ નથીઃ માનવ અધિકાર પંચમાં રજૂઆત બાદ પાલિકાને ખૂલાસો કરવા જણાવ્યું

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: ઘણા વર્ષોથી શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે આ સમસ્યા કુત્રિમ અને રાજકીય છે નગરપાલિકા સરકાર પાસે થી નજીવા દરે પીવા નું પાણી વેચાતું મેળવે છે અને પોરબંદર ની પ્રજા ને ઉંચા દરે વિતરણ કરે છે પરંતુ પૂરતી રીતે પાણી વિતરણ થતું નથી અને તેમાં ભેદભાવ હોઈ તેવી ફરીયાદ  છે. નગરપાલિકા એડવાન્સ બિલો મોકલી ( પાણીના કનેકશન ) ના ધારકો ને એડવાન્સ બિલો મોકલી રકમ વસુલી કરે છે અને એ રીતે પાણી ગ્રાહકોને નિયમિત પાણી આપતા નથી.

ઊંચાણવાળા વિસ્તારોને તેમાં પશ્ચિમના પછાત અને શ્રમિક અને મધ્યમ વર્ગના રેહનાક વિસ્તારોમાં નગરપાલિકાનું પીવાના પાણીનું કનેકશન ધરાવાં છતાં નિયમિત પાણી આપતા નથી.છતાં પાણી બિલો વસૂલમાં આવે છે અને પાણી સમસ્યા કઠોર છે આ ભોગ બનનાર નાગરિકો જેને પીવાના પાણીના કનેન્કશન વિતરણ નિયમીત કરાવવા માટે રજૂઆત કરે છે આશ્વાસન માત્ર મળે છે.

નગરપાલિકાના પીવાના પાણીની પાઇપ લાઇન સાથે ભૂર્ગભ ગટરની કેટલીક જગ્યાએ સમાંતર પાઇપ લાઇન ફીટ કરવામાં આવી છે. ત્યારે આ સમાંતર પાઇપ લાઇનની સાથે તૂટી ગયેલી પાઇપ લાઇન સાથે પાણી ભળી જતાં પોરબંદર ના નાગરિકોને આ ગટર ની પાણી પીવા મળે છે અને ભયંકર આરોગ્ય ઉપર અસર થતાં નાગરિક જિંદગી જોખમાય છે જે નગરપાલિકા સારી રીતે જાણે છે. છતાં નગરપાલિકા પોરબંદરના નાગરિકોનું રક્ષણ કરવામાં બેદરકારી દાખવે છે.

ખંભાળા જળાશય છપનીયા દુષ્કાળ માં બનેલ છે જે ૧૨૫ વર્ષ જૂનું છે જયારે બરડા ડુંગર ની ગોદ માં આવેલ અને તોરણ નદીના પટમાં બંધાયેલ ફોદારા જળાશય ચાલીસ વર્ષ જૂનું છે. આ ઉપરાંત રાણાવાવ ભોદ વચ્ચે પોરબંદર નગરપાલિકા પમ્પિંગ સ્ટેશન ઠોયાના ગામના પાદર માંથી પસાર થતી મિન્સાર નદીના પટ માંથી બોર કરી લાઇન પહોંચાડી પાણી મેળવે છે ખાપટ ના સર્વે નંબર માંથી માં આવેલ પાચ કુવાઓ તેમજ બરડા ડુંગર માંથી ચોમાસા દરમિયાન આવતું પાણી જે ખાપટ ગામ ના સર્વે નંબર માં ની ખાડ માં સુકાળા તળાવ માં એકત્રિત કરાય અને તેનો સંગ્રહ થાય છે તેમજ સરકાર દ્વારા નર્મદા અને મહી નદી માંથી પાણી આપવા સરકાર દ્વારા વિતરણ કરાય છે અને આ તમામ પાણી ને સંગ્રહ કરી જાવંત્રી ગાળા ફિલ્ટર પ્લાન્ટ માં શુદ્ઘિકરણ કરી રાણાવાવ અને પોરબંદર ને જયુબેલી પાણી કોઠા માં ઠલાવામાં આવે છે.

જુબેલી પાણી કોઠા માંથી પાઇપ લાઇન દ્વારા શેર ના જુદા જુદા વિસ્તાર માં પાણી વિતરણ માટે તેમજ નગરપાલિકા એ ઊંચાણવાળા વિસ્તારો પાણી વિતરણ માટે હજારો લીટર ના ટાકા બનાવી તેમાં પાણી નો સંગ્રહ કરી વિતરણ કરવાનું હોય છે પરંતુ આ ટાકા પૂરા પૂરા ભરાતા નથી ખાનગી ધોરણે ચર્ચિત હકીકત પ્રમાણે જયુબેલી કોઠાથી ખંભાળા થી જાવંત્રી ગાળા થી જૂબેલી કોઠા સુધી પાણી પોચાડતા પાઇપ લાઇન તોડી અને લીકેજ બતાવી પાણી ચોરી થાય છે ધંધાર્થીના ટાકા ભરાય છે. જાગૃત વૃદ્ઘા મહિલા વનિતાબેન તુલસી ભાઈ કારીયા એ માનવ અધિકાર પંચ માં વિસ્તૃત રજૂઆત કરેલ છે 'પાણી એ જન જીવન છે' જીવ માત્ર પાણી ની જીવન જરૂરિયાત જીવવા માટે સમાયેલી છે નગરપાલિકા ને એડવાન્સ પાણી નું બિલ બાર માસ નું ભરતા હોવા છતાં પીવા નું પાણી નિયમિત આપતા નથી નિયમિત અને દિવસો સુધી અશકત દિવયાંગ અને વૃદ્ઘો ગૃહિણીઓને પાણી મેળવવામાંની સમસ્યા કાયમ ની રહે છે જેથી નાછૂટકે માનવ અધિકાર પંચ માં રજૂઆત કરતા માનવ અધિકાર પંચ એ આ બાબત ની ગંભીર નોંધ લઈ અને કેસ દાખલ કરી નગરપાલિકા એ તેમને આદેશ પત્રો મળ્યાથી ૨૦ દિવસ માં જવાબ આપવા એ પણ પાલિકા જવાબદારને સહીથી ખુલાસો કરવા જણાવ્યુ છે.

(11:50 am IST)