Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોસ્કોના ગુન્હામાં નાસતો ફરતો દાહોદ પંથકનો શખ્સ જામનગરના ધુતારપરથી ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ :. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના તેમજ એલસીબી પો. ઈન્સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો. હેડ કોન્સ. સલીમભાઈ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચનાઓને હકીકત મળેલ કે સુખસર પો. સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં. ૧૧૮૨૧૦૪૮૨૦૦૦૫૫ / ૨૦૨૦ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો-૮ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રવિણ ઉર્ફે રઘાભાઈ ઉદેસિંગભાઈ રજાત રહે. મૂળ મોલારા તા. સંતરામપુર જી. મહીસાગરવાળો હાલ જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામે હાજર હોય જેથી ઉપરોકત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો. સબ ઈન્સ. એ.એસ. ગરચરએ ધોરણસર અટક કરી ઘટતી કાર્યવાહી કરવા પંચ એ ડીવી. પો. સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ. ગરચર તથા એ.એસ.આઈ. હંસરાજભાઈ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. સુરેન્દ્રસિંહ ચૌહાણ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવનાઓએ કરેલ છે.

(11:56 am IST)