Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સીદસર ઉમાધામ -બાવીસી કોટડા માતાજીનાં મંદિરોમાં ભાવિકો ઉમટ્યા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી,તા. ૧૯: દીપાવલી નૂતનવર્ષના પવિત્ર આંનદ ઉલ્લાસના તહેવારોમાં લોકો અલગ અલગ ધાર્મિક સ્થળોમાં પવિત્ર સ્થાનમાં શીશ જુકાવી નવવર્ષનો પ્રારંભ કરેલ છે ત્યારે કોરોના મહામારી અને લોકડાઉન બાદ આઠ મહિના બાદ લોકો મનભરીને દીપાવલી તહેવારમાં બહાર નીકળ્યા છે કોરોના ખોફ વચ્ચે લોકોએ ખુબજ આંનદ અને ઉલ્લાસ સાથે દીપાવલી અને નૂતનવર્ષના પર્વમાં લાખો ભકતજનોએ સીદસર ઉમાધામ મંદિર અને કોટડાબાવીશીના માં બાવીસીઆઈના મંદિરમાં માતાજીના શ્રી ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું જામજોધપુર તાલુકાના આ બે સુપ્રસિદ્ઘ માતાજીના મંદિરોમાં આમ દિવસોમાં પણ હજારો શ્રદ્ઘાળુ માતાજીના દર્શન અર્થે આવતા હોય છે ત્યારે તહેવારોમાં તો દૂર દૂરથી શ્રદ્ઘાળુઓ લાખોની સંખ્યામાં પધારે છે સીદસર મંદિર સામે તો વેણુ નદીનો અનેરો નજારો જોવા મળે છે આહલાદક વાતાવરણમાં લોકો નદીમાં બોટિંગ કરવાનો પણ લ્હાવો લેતા જોવા મળે છે લોકડાઉન બાદ મળેલી છૂટની ખુશી લોકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી.

(11:57 am IST)