Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

તાલાલા ઉદાસીન આશ્રમમાં સુમિરનદાસબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડા (અલ્હાબાદ)ની જમાત પાંચ દિવસ રોકાણી

વાંકાનેર, તા.૧૯: તાલાલામાં આવેલ બ્રહ્રભેશ્વર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત પૂજય સદગુરૂદેવશ્રી સુમિરનદાસબાપુ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થોડા દિવસ પહેલા જ કરવામાં આવેલ પૂજય સદગુરૂદેવશ્રીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પાવન ભૂમિમાં શ્રી ઉદાસીન આશ્રમમાં પાંચ દિવસ સુધી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડા (અલ્હાબાદ)ની જમાતના સંતોનું આગમન દિવાળી ના પાવન પર્વે થયેલ હતું. ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ યોજાયેલ હતો, સવાર સાંજ ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ચન્દ્ર ભગવાનની મહા આરતી ઢોલ નગારા અને શંખના ઘેરા નાદથી થતી હતી તેમજ દરરોજ શ્રી ગોલાનું વિશેષ પૂજન વિધિમાં સહુ ભકતજનો લાભ લેતા હતા તેમજ અર્ચદાસ કરાવતા હતા શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પચાયતી બડા અખાડા ની જમાત સાથે તાલાલામાં શ્રી શ્રી મહંતશ્રી પૂજયપાદ. મહેશ્વરાનંદજી મહારાજશ્રી સાથે હતા તેમજ જમાતમાં સાઈઠ જેટલા સંતો સાથે જમાત આવેલ હતી. આ જમાતના સંતોના દર્શન, દિવ્ય સતસંગ , પ્રવચન , મહા આરતી, ગોલા સાહેબ નું પૂજન, અર્ચદાસ,નો લાભ તાલાલા શહેરની ધર્મ પ્રેમી જનતાએ લીધેલ હતો.

આ પ્રંશગે શ્રી ઉદાસીન આશ્રમ , તાલાલા ગીર ના મહંતશ્રી ગણેશદાસજી મહારાજશ્રી ને ચાદર વિધિ શ્રી શ્રી મહંત પૂજય શ્રી મહેશવરાનંદજી મહારાજશ્રી , તેમજ સંતો મહંતો ની હાજરી માં કરવામાં આવેલ હતી શ્રી શ્રી મહેશ્વરાનંદજી મહારાજશ્રી ના દિવ્ય સતસંગ પ્રવચન નો લાભ સતત પાંચ દિવસ મળેલ હતો , તેમજ નવા વર્ષના સાંજે ચાર કલાકે શ્રી ગોલા સાહેબ નું પૂજન રાખેલ હતું , નવા વર્ષના પણ વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ દિવ્ય દર્શન, સત્સંગ આરતી , મહા પ્રશાદ , નો લાભ લીધેલ હતો જમાત ની સંપૂર્ણ દેખરેખ મહંતશ્રી ગણેશદાસજી મહારાજ , તેમજ 'હરી હર' ગ્રુપે જહેમત ઉઠાવેલ હતી પૂજય સદગુરૂદેવ શ્રી સુમીરનદાસબાપુ ની પાવન તપો ભૂમિમાં જમાતે ભજન ભાવ કર્યાં બાદ નવા વર્ષ ના બીજા દિવસે મંગળવાર ના સવાર ના ત્યાંથી વિદાય લીધેલ હતી ત્યાંથી પૂજય ગુરૂદેવના સ્થાન શ્રી મનસાદેવીધામ , શ્રી ઉદાસીન આશ્રમે અલ્પહાર કરીને ભેટ પૂજા આપી વિદાય કરેલ તાલાલા શહેર માં શ્રી બ્રહ્મેંશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસીન આશ્રમ માં દિવ્ય માહોલ જામેલું હતું શ્રી હરી હર ગ્રુપ દ્વારા જણાવાયું છે જે યાદી પૂજય સુમિરનદાસબાપુ ના ભકતજન શ્રી સોમનાથસિંહ, શ્રી ભુપતભાઈ વાઘેલા ( વાઘેલાભાઈ), હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે.

(11:58 am IST)