Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેશોદના સોંદરડામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત

(કિશોરભાઈ દેવાણી દ્વારા)કેશોદ, તા.૧૯: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી માંગરોળ, માળીયા, કેશોદ સહિત જુનાગઢ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવતા તાલુકાના સોંદરડા ગામે દલિત સમાજ ધ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવેલ હતુ.

જિજ્ઞેશ મેવાણી ગઈકાલે સાંજે કેશોદ આવી પહોંચતા ચારચોક વિસ્તારમાં આવેલ  આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી કેશોદના ઇન્દિરા નગર વિસ્તારમાં સભાનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. આ સભામાં જૂનાગઢ, તાલુકાના શહેરોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંગઠન મજબૂત કરવા જિજ્ઞેશ મેવાણીએ કાર્યકરોને હાકલ કરી હતી.

(12:04 pm IST)