Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ચોરવાડનાં ગડુ પાસે બોલેરોએ પાછળથી ટકકર મારતા બાઇક સવાર પિતા-પુત્રનાં મૃત્યુ

જુનાગઢ તા. ૧૯: ચોરવાડનાં ગડુ પાસે બોલેરોએ પાછળથી ટકકર મારતા બાઇક સવાર પિતા-પુત્રનું મૃત્યુ નિપજયું હતું અને એક યુવતિને નાની-મોટી ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કેશોદનાં પીપળીયાનગરમાં રહેતા શાંતિલાલ માધાભાઇ દેવળીયાનાં મોટા ભાઇ અશોકભાઇ (ઉ.વ. પ૦) તથા પુત્ર રોહિત અશોકભાઇ (ઉ.વ. ર૦) અને પુત્રી હિતા અશોકભાઇ તા. ૧૭ના રોજ સવારના મોટર સાયકલનાં જીજે-૧૧-બીએફ-૪૦૧પ ઉપર ત્રિપલ સવારીમાં ચોરવાડનાં ગડુ ગામ પાસેથી પસાર થતા હતા.

ત્યારે જીજે-ર૩-વાય-૯ર પ૧ નંબરનાં બોલેરોનાં ચાલકે પાછળથી મોટર સાયકલને હડફેટમાં લેતા ત્રણેય પિતા-પુત્ર અને પુત્રી ફંગોળાય ગયા હતા.

આ અકસ્માતમાં અશોકભાઇ તેમજ તેનાં પુત્ર રોહિતનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું જયારે પુત્રી હિનાને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

આમ ભાઇબીજનાં દિવસે એક જ પરિવારનાં બે સભ્યોનાં મોત થતા માતમ છવાય ગયો હતો.

આ અંગે ચોરવાડ પોલીસે મૃતકનાં નાનાભાઇ શાંતીલાલ દેવળીયાની ફરિયાદ લઇ બોલેરોનાં ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાચ પી.એસ.આઇ. કે. બી. લાલકા ચલાવી રહ્યા છે.

(12:05 pm IST)