Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : ૧૪ ઘટનામાં ૧૪ના કરૂણ મોત

જાંબુડીયા પાસે ડમ્પરની ઠોકરે કાકા - ભત્રીજાના મોત : કુવાડવાની મુસ્લિમ મહિલાનો આપઘાત સાત વાહન અકસ્માત સર્જાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : નવા જાંબુડીયામાં રહેતી હંસાબેન  ભીખાભાઇ સલાટ ઉ.વ.૪૦ વાળીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેમનો દેર દેવાભાઈ અને પુત્ર ભોલો ઉ.વ.૭ બને બાઈક નબર જી.જે.૧૩ પી ૪૯૫૮ લઈને તેમના ગામ જાંબુડિયા પાસે પાણીના પાઉચ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે યમરાજ બની આવી રેહલા ડમ્પર નબર જી.જે.૧૩ ડબ્લ્યુ ૨૯૭૩ ચાલકે તેમને હડફેટે લેતા જેમાં તેમના ૭ વર્ષના પુત્રનું માથું ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જયારે તેમના દેર દેવાભાઈ ગંભીર ઈજા થતા તેને ૧૦૮ મારફત સારવાર માટે પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા પણ સારવાર કારગત નીવડે તે પેહલા તેમનું પણ મોત નીપજયું હતું ઘટના બાદ ડમ્પર ચાલક ટોળું એકત્રિત થઇ જતા ડમ્પર મુકીને નાસી ગયો હતો.

આ અગે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ઘ ગુનો નોધી આરોપી ડમ્પર ચાલકને ઝડપવા માટની કાર્યવાહી હાથ ધરી છે જે અગેની વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ. આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે પણ અકસ્માત એક જ પરિવારના બે સભ્યો જીવ જતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી

ટંકારામાં પરણીતાએ આપઘાત કર્યો

ટંકારામાં સરકારી હોસ્પીટલ પાસે સંધીવાસમાં માવતરે રહેતા સમીરાબેન આદીલભાઈ ધોણીયા (ઉ.વ. ૨૫)એ ગઈકાલે બપોરે ૩ વાગ્યા આસપાસ પિતા રફીકભાઈ જુમાભાઈના ઘરે ઓઢણીથી ગળેફાસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પિતાના કહેવા મુજબ તેણી છ એક માસથી રાજીખુશીથી તેના સાસરે કુવાડવાથી અહી ટંકારા માવતરે આટો દેવા આવેલ હતી. તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેણીને સંતાન નથી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

મોરબીના કાલિકા પ્લોટમાં મકાન ભાડા બાબતે અથડામણ

સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેહાનાબેન રફીકભાઇ ચાનીયા (રહે. કાલિકા પ્લોટ)એ આરીફ મીર, કાદર ઉર્ફે બચ્ચન મતવા, ઇમ્તીયાજ સલીમ ભટ્ટી અને ડેનીયો મિસ્ત્રી સામે ફરિયાદ લખાવી છે કે કાલીકા પ્લોટમાં કરીમભાઇના બંગ્લા પાસે ફરીયાદીએ પોતાનું મકાન હીન્દી ભાષીને ભાડે આપેલ હોય. જેથી, આરોપી ડેનિયોએ ભાડુઆતને મારેલ હોય. આથી, ફરીયાદીએ આરોપીને કોઈને માર નહી મારવા વાત કરેલ હતી. બાદમાં ફરીયાદી તથા તેમના દાદાના ઘરેથી પરત આવવા નીકળેલ હતા. ત્યારે આરોપીઓએ તેમને રોકી 'અહીંથી નીકળવાનું નથી.' તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આરોપીઓએ લાકડાના ઘોકા લઇ ઘરમાં ઘુસી નુકશાન કર્યું હતું. તેમજ આરોપીઓએ લાકડાના ધોકા વતી સાહેદોને મુંઢ માર મારેલ હતો. તેમજ ફરીયાદીને ડાબા પગમાં લાકડાનો ધોકા વડે તથા શરીરે ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે સામા પક્ષે કાલિકા પ્લોટમાં રહેતા આરીફભાઇ ગુલામભાઇ મીરએ સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા, આઝાદભાઇ સીદીકભાઇ ચાનીયા, સાહીલ સીદીકભાઇ ચાનીયા તથા સીદીકભાઇનો બનેવી રહીમભાઇ (રહે. બધા મોરબી, કાલીકા પ્લોટ) સામે ફરિયાદ નોધાવી છે કે આરોપીઓએ સાહેદ ઇમ્તીયાઝભાઇ તથા ડેનીસભાઇને કોઇ કારણસર છરી વડે પડખામા ઇજા કરી હતી. આથી, બંને સાહેદો ફરીયાદીના ઘર પાસે દોડીને જતા ફરી.ના ઘર પાસે આરોપીઓએ કાચની બોટલોના ઘા કર્યા હતા. અને ત્યા પડેલ અજાણ્યા મોટર સાયકલમા આગ લગાડી નુકસાન કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ બન્નેની ફરિયાદ નોધી વધુ તપાસ મહિલા પી.એસ.આઈ. વી.કે.ગોંડલિયા ચલાવી રહ્યા છે

જાંબુડિયા નજીક મિનરલના શેડમાં લોડર નીચે આવી જતા મહિલાનું મોત

નવા જાંબુડીયા ગામ પાસે રીધમ મિનરલના સેડમાં લોડર નં. GJ-36-S-0136 ના ચાલકે લોડર ચલાવતી વખતે ફરીયાદી જશવંતભાઈ પાંગલીયાભાઈ ડાવરના માતાને હડફેટે લીધા હતા. લોડરના બકેટથી ફરીયાદીના માતાને જમણા હાથમાં કોણી પાસે તથા જમણા પડખામાં ગંભીર ઇજા પહોંચી હતી. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે લોડરચાલક સામે ગુનો નોંધી તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે આ અગેની વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે.

હળવદના સુંદરગઢ ગામે મોબાઈલ ફોન ચાર્જીંગમાં વીજશોક લાગતા મોત

સુંદરગઢ ગામની સીમ રણછોડભાઇ નરશીભાઇ પરમારની બંધારકી નામે ઓળખાતી વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં સોંડવાજી તાલુકાના કંથારી ગામમાં રહેતા કરમસિંગ રેશ્માભાઇ કલેશ (ઉ.વ. ૩૦)ને મોબાઇલ ફોન ચાર્જીંગમાં રાખતી વખતે આકસ્મીક રીતે વિજ શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે

નવાગામ નજીક પેપરમિલમાં મશીનમાં આવી જતા મોત

નવા ગામ રોડ પર ટોન્ઝા પેપરમીલમાં શિવ સાગર યાદવ (ઉ.વ. ૨૩, રહે. ટોન્ઝા પેપર) કામ કરી રહ્યા હતા. તે વખતે મશીનમાં આવી જતા તેનું મૃત્યુ નીપજયું હતું. તાલુકા મથકના વી.આર.પરમાર ચલાવી રહ્યા છે.

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઇક ડિવાઈડર સાથે અથડતા મોત

અહીંના ચેતન ઉર્ફે ગાંગુલી ચંદુભાઇ વઢુકીયા કોળી ઉ.વ. ૩૫ રહે. મોરબી-૨ ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરી વાળો પોતન મિત્ર કિશન સાથે બાઈક પર મોરબી આવી રહ્યો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈક નબર જી.જે. ૩૬ પી. ૧૧૬૭ રોડની ડીવાઇડર સાથે ભટકાડી એકસીડન્ટ કરી બએકમ પાછળ બેઠેલ સાહેદ કિશન કાનજી ઉ.વ.૨૦ વાળાને સામાન્ય ઇજાઓ થતા તેમજ આરોપી પોતાને ગંભીર ઇજાઓ થતા મોત નિપજતા તપાસ પી.એસ.આઈ આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે.

મોરબી માળિયા હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને હડફેટે લેતા મોત

માળિયા નેશનલ હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલ નજીક મરણ જનાર અજાણ્યો ભિક્ષુક અને ગાંડા જેવા માણસ (ઉ.૬૦ આશરે) વાળાને કોઇ અજાણ્યા વાહન ચાલકે ગત તા. ૨૭-૧૦ના રોજ હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવતા તેનું તા. ૧૫ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે મામલે માળિયા પોલીસ મથકમાં સલીમભાઇ સુભાનભાઇ કટિયાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

રવાપર ઘુનડા રોડ પર અકસ્માતમાં ઈજા થતા મોત

રવાપર ગામના રહેવાસી વિક્રમભાઈ બબીનભાઈ રાવળદેવ (ઉ.વ.૪૫) નામના આધેડને રવાપર ઘુનડા રોડ પર વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થતા મોત થયું હતું મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ ચલાવી છે

અંબાજીથી મોરબી બસમાં આવતા વૃદ્ઘનું હાર્ટ એટેકથી મોત

મૂળ ટંકારાના નેસડાના રહેવાસી અને હાલ ખોડીયારનગર વરાછા રોડના રહેવાસી વસંતભાઈ હરખલાલભાઈ પટેલ (ઉ.વ.૫૬) નામના વૃદ્ઘ અંબાજીથી એસટી બસમાં બેસી મોરબી આવતા હોય દરમિયાન ઘૂટું પાસે પહોંચતા તેને જગાડેલ પરંતુ જાગ્યા ના હતા અને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે હાર્ટ અટેક આવવાથી મોત થયાનું જણાવ્યું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના અમરેલી ગામે વિપ્ર પરિણીતાએ આપઘાત કર્યો

મોરબીના અમરેલી ગામે રામજી મંદિર પાસે રહેતા દેવાંગીબેન મયુરભાઈ દવે (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ તા. ૧૬ ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા મૃતક પરિણીતાનો લગ્નગાળો ૪ વર્ષનો હોવાનો અને સંતાનમાં દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

ઘૂટું ગામની સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ઘૂટું ગામમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે સરપંચે જાણ કરી હતી કે અંદાજે ૪૦ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ તલાવડીના કાંઠે પડ્યો હોય મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ ચલાવી છે.

માણેકવાડા નજીક બોલરોના ઠાઠાનો દરવાજો ખુલ્લી જતા ઇજા

સિપાઈ શેરીમાં રહેતા જાવીદભાઈ યુંનીશભાઈ ખોખરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રેહમતુંલાભાઈ નુરમોહમદભાઈ ખુરેશીએ પોતાની બોલેરો ગાડી જીજે ૧૩ એ ડબ્લ્યુ ૨૭૫૭ પુર ઝડપે ચલાવીને બોલેરો ગાડીનું પાછળનું ઠાઠાનું ઢાકણું ખુલ્લું જતા ફરિયાદી જાવીદભાઈ, સાહેદ માહીનબેનને ફેકચર જેવી ઈજા કરી તથા સાહેદ નવાજભાઈને માથામાં તથા સાહેદ સીરાજને સામાન્ય ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના નવા દેરાળા ગામે ફટાકડા ફોડવા મામલે મારામારી

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા રાજુભાઈ માલાભાઈ મેર (ઉ.૪૯)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તેનો પુત્ર અનીલ ઘર પાસેશેરીમાં ફટાકડા ફોડતો હોય જેથી આરોપી લખમણભાઈ ઉર્ફે કાળુભાઈ ગગજીભાઇ સરવૈયા અને રેખાબેન લખમણભાઈ સરવૈયાએ ફટાકડા ફોડવાની ના પાડી ગાળો બોલી લાડકી વડે સાહેદ અનીલ તથા જશુબેન તથા નૈનાબેનને લાકડી વડે માર મારી ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

બંધુનગર નજીક સ્કોર્પિયો પલટી ખાઈ જતા એકનું મોત

લખધીરપુર રોડ પર આવેલ હિલસિરા સિરામિકમા રહેતા શિવશંકર રામાભાઈ ખપેડએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સ્કોર્પિયો કાર આર જે ૦૫ યુ એ ૮૦૦૮ ના ચાલક પહેલવાનસિંગ સમેરસિંગ ગુજ્જરએ પોતાની સ્કોર્પિયો કાર પુર ઝડપે ચાલવી ગાડીમાં બેઠેલ માણસોની જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવીને બંધુનગર નજીક ને.હાની રેલીંગ તોડી સાઈડમાં પલટી ખાઈ જતા રિક્ષા સાથે એકિસડન્ટ કરી સ્કોર્પિયોમાં બેઠેલ રાજેશભાઈ ખીમસિંગ ખપેડને નાક પર ગંભીર ઈજા કરી હાથે પગે ઈજા થતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ચોરીના ગુનેગારને ઝડપ્યો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ મોટરસાયલચાલક એકટીવા સાથે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામીનારાયણ મંદીર પાસે ઉભેલ છે. જેથી, પોલીસે તે જગ્યાએ જઇ તે ઇસમને ચેક કરી નામઠામ પુછતા પોતે પોતાનું નામ જીતુભાઇ જેરામભાઇ શેખા (ઉ.વ.૩૦, રહે. નારણપૂર ગામ, તા.જી. જામનગર) હોવાનું જણાવેલ હતું. પોલીસે આરોપી પાસે રહેલ એકટીવાના રજી. નં. GJ10CR9440 પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા તેના મુળ માલીક અન્ય વ્યકિત હોવાનું ખુલ્યું હતું. અને પોલીસે આરોપી પાસેથી એકટીવાના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવેલ હતું. જેથી, પોલીસે આ ઇસમ પાસે રહેલ એકટીવા બાબતે પુછપરછ કરતા તેને જામનગર ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપી હતી.જેથી પોલીસે આરોપી પાસેથી એકટીવા કબ્જે કર્યું છે. અને આરોપીની અટક કરી છે.

તેમજ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવા તજવિજ કરેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી જીતુ વિરુધ્ધ જામનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટના ગુન્હામાં ધરપકડ થયેલ છે. તેમજ આરોપી જામનગર, ધ્રોલ, રાજકોટ અને મોરબીના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ડમ્પરનું હેન્ડલ પડી છૂટી જતા યુવાનનું મોત

ગોંડલના જકાત નાકા નજીક આવેલ ગીતાનગરમાં રહેતા ચેતનભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડાએ ફરિયાદ નોંધવી છે કે આરોપી અજાણ્યા ટ્રક ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવીને અલ્ટો કાર જીજે ૧૦ એપી ૬૬૦૪ ના ઠાઠામાં ભટકાડી નુકશાન કરતા મરણનજર સહેઅદ ધર્મેશભાઈ જયંતીભાઈ લુહાર (ઉ.૩૨) ડમ્પર ચાલકને અલ્ટો કારમાં થયેલ નુકશાની પૈસા લેવા ડમ્પર રોકવા ડ્રાઈવર સાઈડના દરવાજાનું હેન્ડલ પકડી ટીંગાઈ જતા ડમ્પર ચાલુ હોય મરણ જનારથી હેન્ડલ છુટી જતા ડમ્પર પરથી નીચે પડી જતા માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબીમાળિયા તાલુકા પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(12:07 pm IST)