Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

શિયાળાની એન્ટ્રી : એકાએક ઠંડી વધી : નલીયા - ૯ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે લેવો પડતો ગરમ વસ્ત્રોનો સહારો : રાજકોટ ૧૩.૬, અમરેલી ૧૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડકની અસર બરકરાર છે અને લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા ઠંડીની અસર વધવા લાગી છે.

આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૯ ડિગ્રી રહી હતી અને રાજકોટમાં ૧૩.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

મોડી રાત્રીથી વહેલી સવાર સુધી વધુ ઠંડકની અસર રહેતા લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. દિવાળી બાદ ઠંડીની અસર વધુ અનુભવાઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકની વધુ અસર થઇ રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૬.૨

,,

ડીસા

૧૪.૭

,,

વડોદરા

૧૯.૨

,,

સુરત

૨૦.૨

,,

રાજકોટ

૧૩.૬

,,

કેશોદ

૧૪.૬

,,

ભાવનગર

૧૭.૬

,,

પોરબંદર

૧૬.૧

,,

વેરાવળ

૧૯.૦

,,

દ્વારકા

૧૮.૨

,,

ઓખા

૨૨.૮

,,

ભુજ

૧૪.૦

,,

નલીયા

૯.૦

,,

સુરેન્દ્રનગર

૧૫.૮

,,

ન્યુ કંડલા

૧૫.૩

,,

કંડલા એરપોર્ટ

૧૨.૬

,,

અમરેલી

૧૪.૪

,,

ગાંધીનગર

૧૪.૫

,,

મહુવા

૧૬.૫

,,

દિવ

૧૮.૮

,,

વલસાડ

૧૫.૫

,,

વલ્લભવિદ્યાનગર

૧૭.૮

,,

(12:54 pm IST)