Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ધંધુકા તાલુકાના તગડી ગામે ગાળો બોલવાની ના પાડવાના ડખ્ખામાં મહિપતસિંહ નકુમની હત્યા

(હર્ષદ દવે દ્વારા) ધંધુકા તા.૧૯ : તગડી ગામના દિલીપસિંહ ભગવતસિંહ નકુમ તથા ટેમુભાઇ રૂપસંગભાઇ સોલંકીએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથીયાર છરી વડે મહિપતસિંહ કનુભાઇ નકુમ ઉ.૪પ ને ગંભીર ઇજા કરતા તેમનું મૃત્યુ નીપજયું હતું.

જયારે બીજા અન્ય સાહેદ હેમુભાઇ રૂપસંગભાઇ સોલંકીને મારી નાખવાના ઇરાદે તેમની ઉપર જીવલેણ હુમલો આરોપીઓએ કર્યો હતો. તથા ઇજાઓ પહોંચાડી હતી.

આ અંગે ધંધુકા પોલીસે પ્રકાશભાઇ જેરામભાઇ ડણીયા, મહેશ જેરામભાઇ ડણીયા, રાહુલ રમેશભાઇ ડણીયા, વિજય લાલજીભાઇ ડણીયા, તેમજ પ્રવિણ જેરામભાઇ ડણીયા, જેરામભાઇ કાનજીભાઇ ડણીયાની ધરપકડ કરી છે.

આ બાબતની પોલીસ ફરીયાદ દિલીપસિંહ ભગવતસિંહ નકુમે ગામ-તગડી તા. ધંધુકાનાએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

(12:50 pm IST)