Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જૂનાગઢ પોલીસ દ્વારા વૃધ્ધાશ્રમમાં દિપોત્સવી ઉજવાઇ

જૂનાગઢ રેન્જના આઇજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક

જૂનાગઢ તા. ૧૯ : તાજેતરમાં દિવાળીનો તહેવાર હોય, જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પી.એસ.આઇ. એ.કે.પરમાર, હે.કો. અલતાફભાઈ, જીવાભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, પૃથ્વીસિંહ, અજયસિંહ, ભગતસિંહ, વિગેરે સ્ટાફના માણસો ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ઘાશ્રમ કે જયાં કુલ ૨૫ વૃદ્ઘો રહે છે, તેઓની સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને ભોજન કરાવી અને સાથે બેસી વાતો કરી, ભોજન પણ કરી, અનોખી સેવા પૂરી પાડેલ છે.

હાલના સંજોગોમાં વૃદ્ઘો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી, એવા આધુનિક યુગના સમયમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ઘાશ્રમમાં વસતા વૃદ્ઘાશ્રમના વૃદ્ઘો સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને જાતે જ જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને અતિ વૃદ્ઘાશ્રમના વૃદ્ઘો પ્રત્યે સહાનુભૂતિનો એહસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ છે. ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ઘાશ્રમ ખાતે રહેતા વૃદ્ઘાશ્રમના વૃદ્ઘો તથા સંચાલકો જૂનાગઢ પોલીસની સેવાકીય તથા સવેદનશિલ ભાવનાથી ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ ખાતે યુવાન પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા પીઆઇ આર.બી.સોલંકીને દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ઘાશ્રમના વૃદ્ઘોને દિવાળીની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જૂનાગઢ પોલીસ દ્વારા તેનો અમલ કરી, દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ઘાશ્રમના વૃદ્ઘોને તહેવારની ઉજવણી કરાવી, તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યકત કરેલ હતી.

આ ઉપરાંત, બી ડિવિઝન વિસ્તારના ચોબારી રોડ ઉપર ઝાંઝરડા ખાતે રહેતા શ્રમિક વર્ગના જરૂરિયાતમંદ લોકોને પણ રાત્રીનું ભોજન કરાવી, દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલોસની તહેવારોના સમયમાં સાહિષ્ણુતાભરી કામગીરીથી ચોબારી રોડ ઉપર વસતા મજૂરોના બાળકો અને વૃદ્ઘો સહિતના અબાલ વૃદ્ઘો ભાવ વિભોર થયા હતા અને તમામેં જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા દિવાળી વૃદ્ઘો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરેલ છે.

(12:50 pm IST)