Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોરબંદરમાંથી ગુમ અસ્થિર મગજની વ્યકિતને શોધી તેના પરિવાર સાથે મિલાપ કરાવતી પોલીસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. શહેરમાંથી ગુમ થયેલ અસ્થિર મગજની વ્યકિતને પોલીસે શોધી કાઢીને આ વ્યકિતના પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.

મ્હે. પોલીસ મહાનિર્દેશક શ્રી સી. આઇ. ડી. ક્રામ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ - અપહરણ થયેલા બાળકો-સ્ત્રીઓને શોધી કાઢવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનિન્દર પ્રતાપસીંગ પવાર દ્વારા સુચના કરવામાં આવતા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લાના આવા ગુમ - અપહરણ થયેલ બાળકો સ્ત્રી-પુરૂષઓને શોધી કાઢવા માટે હુકમ કરતા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયા તથા કિર્તી મંદિર પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ. એલ. આહીરના માર્ગદર્શન મુજબ ગુમ-અપહરણ થયેલા બાળકો સ્ત્રી-પુરૂષઓને શોધી કાઢવા માટે કામગીરી સોંપવામાં આવેલ જે અન્વયે કીર્તી મંદિર પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. આર. એલ. મકવાણા દ્વારા ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી ગુમ-અપહરણ થયેલ બાળકો સ્ત્રી-પુરૂષોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ દરમ્યાન પો. હેડ કોન્સ. એમ. કે. માવદીયા તથા પો. કોન્સ. ભરત નાથાભાઇ શીંગરખીયા તથા ભીમાભાઇ ઓડેદરાને બાતમીરાહે હકિકત મળેલ કે બેંક મહિના પહેલા ગુમ થનાર દાનાભાઇ જીવાભાઇ સોંદરવા રહે. નગળલા તા. કોડીનાર જીલ્લો ગીર સોમનાથ વાળા રાજકોટ સરકારી મેન્ટલ હોસ્પીટલ માંથી સારવાર દરમ્યાન કોઇને કહયા વગર જતા રહેલ અને તે બાબતે રાજકોટ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ગુમ જા. જોગ દાખલ હોય તે ગુમ થનાર પુરૂષ પોરબંદર સુદામાચોક ખાતે હોવાની હકિકત મળતા હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક અસ્થીર મગજ જેવો લાગતો પુરૂષ ખાદી ભંડાર પાસે બેઠેલ હોય જેથી તેને કિર્તી મંદિર પો. સ્ટે. ખાતે લાવી પુછપરછ કરતા પોતે ગામ નગળલા તા. કોડીનાર જીલ્લો ગીર સોમનાથ વાળો હોવાનું જણાવેલ.

તેમના મોટાભાઇ ભાણજીભાઇ જીવાભાઇ સોંદરવા  જે નગળલા ગામ રહેતા  હોવાનું જણાવેલ જેથી ભાણજીભાઇ જીવાભાઇ સોંદરવા રહે. નગળલા તા. કોડીનાર જીલ્લો ગીર સોમનાથવાળાનો સંપર્ક કરી કિર્તી મંદિર પો. સ્ટે. ખાતે બોલાવી ભાણજીભાઇ જીવાભાઇ સોંદરવા કીર્તિ મંદિર પો. સ્ટે. આવતા બન્ને ભાઇઓનો મીલાપ કરાવી અને આ ગુમ થનાર દાનાભાઇ જીવાભાઇને તેમના મોટાભાઇને સહી સલામત સોંપી આપી માનવતનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે. જે અંગે વિ. વારનું નિવેદન લખી લઇ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને રીપોર્ટ સાથે નિવેદન મોકલી આપી ગુમ તપાસના કાગળો ફાઇલે કરવાની કાર્યવાહી કરવા જાણ કરેલ છે.

આઠેક મહિનાથી ગુમ વ્યકિતને શોધી કાઢી પ્રસશંનીય કામગીરી કીર્તિ મંદિર પો. સ્ટે. ડી-સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. કામગીરી પીઆઇ શ્રી એચ. એલ. આહીર  તથા પીએસઆઇ શ્રી આર. એલ. મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ મુકેશ માવદીયા, ભાવીન પી. કારેણા તથા કોન્સ્ટેબલ ભરત શીંગરખીયા, ભીમાભાઇ ઓડેદરા, અરવિંદ કાનાભાઇ શામળા દ્વારા કરવામાં આવેલ છે.

(12:52 pm IST)