Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોરબંદરમાં પાડોશી યુવાને ઘરમાં મહિલાને ગોંધી રાખીને ર વખત બળાત્કાર ગુજાર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯ : જયુબેલી વિસ્તારમાં મહિલાને ઘરમાં ર દિવસ ગોંધી રાખીને પાડોશી યુવાન વિપુલ ધીરૂભાઇ સોલંકીએ ર વખત બળાત્કાર ગુર્જાયાની પોલીસ ફરીયાદ ઉદ્યોગનગર વિસ્તારમાં નોંધાઇ છે.

જયુબેલી વિસ્તારમાં પાડોશી યુવાન વિપુલ ધીરૂભાઇ સોલંકીએ મહિલાને ર દિવસ ઘરમાં ગોંધી રાખીને વારંવાર ર વખત બળાત્કાર ગુજારેલની પોલીસ ફરીયાદ નોંધાવતા ઉદ્યોગનગર પોલીસે યુવાન સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:53 pm IST)