Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેશોદમાં બે બંધ મકાનમાંથી બે લાખ ૩૭ હજારની ચોરી

બે તસ્કરોને ઝડપી લેતી જુનાગઢ ક્રાઈમ બ્રાંચ

(વિનુ જોષી-કિશોરભાઈ દેવાણી દ્વારા) જુનાગઢ-કેશોદ, તા.૧૯: દિવાળીના તહેવારમાં બહારગામ ગયેલ મજૂરના બે બંધ મકાનોને નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી તસ્કરોએ રૂપિયા બે લાખ સાડત્રીસ હજારની રોકડ રકમની ચોરી થયાની ફરીયાદ કેશોદ પોલિસ સ્ટેશનમાં નોંધાતા આ ચોરી સાથે સંકળાયેલા બે તસ્કર બેલડી બંધુઓને ગણત્રીની કલાકોમાં જુનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલ છે.

પ્રાપ્ત માહિતિ મુજબ કેશોદના ઉતાવળિયા નદી કાંઠે ૬૬ કેવી સબ સ્ટેશન પાછળ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અશોકભાઈ મનુભાઈ ડાભીના બંધ ઘરમાંથી બે લાખ બે હજાર રોકડ અને તેમની બાજુમાં જ રહેતા જીતેન્દ્ર ભાઈ ડાભીના બંધ મકાનના માંથી પાંત્રીસ હજાર રોકડની ચોરી થયાનું કેશોદ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ છે.

દિવાળી દરમિયાન ફટાકડા વહેચી અને ફટાકડા બીલના પૈસા દ્યરમાં રાખી તહેવાર કરવા બહાર ગયા હોય ત્યારે તકનો લાભ લઇ જાણભેદુ તસ્કરો મોડી રાત્રે બાજુ બાજુમાં બે મકાનમાં ત્રાટકી નવા વર્ષની બોણી કરતા મોટી રકમનો દલ્લો હાથ લાગેલ હતો.

આ ચોરીઓના અનુસંધાને જુનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈ.ચા.PI આર.કે.ગોહિલ, PSI ડી.જી.બડવા તથા PSI ડી.એમ.જલુ અને સ્ટાફે સીસી ટીવી ફુટેજ અને ખાનગી બાતમીદારોની માહિતીના આધારે કેશોદમાં ઉતાવળીયા નદીના કાંઠે રહેતા બે ફકિર બંધુઓ હુસેન ઉર્ફે હુસનો આયુશા રફાઈ ઉ.વ.૩૨ અને સિકંદર ઉર્ફે સિકલો આયુશા રફાઈ ઉ.વ.૨૩ની રોકડ રકમ રૂપિયા એક લાખ પંદર હજાર છસોની રોકડ રકમ તથા રૂપિયા એક હજાર પાંચસોના મોબાઈલ બે સાથે તેમના ઘરેથી ગણત્રીના કલાકોમાં તસ્કર બેલડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ચોરી ઉપરાંત હસેન ઉફે હુસના પર જુદી જુદી IPCની કલમ હેઠળ ત્રણ ગુના અને આરોપી સિકંદર

 ઉફે સિકલા પર પાંચ ગુના અગાઉ પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાનુ જાણવા મળેલ છે.

(12:59 pm IST)