Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

લાલપુરના મોટી રાફુદળમાં હથિયારનો ઘા ઝીંકીને યુવકની હત્યા

(સનત પટેલ દ્વારા) લાલપુર, તા. ૧૯ :. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામે આજે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા જામનગરથી એલસીબી સહિતનો કાફલો પણ સ્થાનિક પોલીસ સાથે તપાસમાં જોડાયો છે.

મૂળ લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામનો અને હાલ જામનગરના ગોકુલનગરમાં વસવાટ કરતા એક ૩૫ વર્ષીય યુવકની લાશ લાલપુરથી ચારેક કિલોમીટર દૂર આવેલ ગજણા ગામ નજીકથી રાંધનવો નદી પસાર થાય છે.

તેની નજીક બાવળની જાળીમાંથી મળી આવતા પોલીસે યુવકની ઓળખ મેળવી કયાં કારણોસર અને શા માટે હત્યા કરવામાં આવી તેવી તપાસ કરી રહી છે.

(4:04 pm IST)