Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભુજની જેલમાં બંધ પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત

જેઆઇસીના તમામ કેદી અને સ્ટાફ સહીત ૧૦૦ થી વધુ જણાના કોરોના ટેસ્ટ કરાયા

જેઆઇસીના તમામ કેદી અને સ્ટાફ સહીત ૧૦૦ થી વધુ જણાના કોરોના ટેસ્ટ કરાયા  ભુજ : કચ્છમાં કોરોનાના વધતાં કેસની સાથે લાંબા સમય બાદ કોરોનાએ ફરી વધુ એક ભોગ લીધો છે. મૃત્યુ પામનાર ભુજના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં બંધ પાકિસ્તાની કેદી છે. આશિકઅલી સાદિકઅલી નામનો ૪૫ વર્ષીય કેદીને ચક્કર આવી જતાં તે પડી ગયો હતો. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, સારવાર દરમ્યાન જ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. ભુજની જેઆઇસીમાં બંધ પાકિસ્તાની કેદી આશિકઅલી વર્ષ ૨૦૧૪ માં રાપરની બેલા સરહદેથી ઝડપાયો હતો. જોકે, તે માનસિક અસ્થિર હતો. ભુજ બી ડિવિઝન પોલીસે તેના મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન ભુજ જેઆઇસીના સ્ટાફ અને તમામ કેદી સહીત ૧૦૦ થી વધુ જણના કોવિડ ટેસ્ટ કરાયા છે, જે તમામ જણાના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગે જણાવ્યું છે.

(10:27 pm IST)