Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ટ્રકની કેબીનના ચોરખાનામાં છુપાવેલો ૩.૮૬ લાખનો દારૂ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ : બે રાજસ્થાની ઝડપાયા

કુવાડવા જીઆઇડીસી પાસે ડીજીપીની સુચના અંતર્ગત ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી : ડીસીબીના . દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા અને કિરતસિંહ ઝાલાની બાતમીઃ એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમની કામગીરીઃ દારૂ મોકલનાર અને મંગાવનારાની તપાસ

દારૂના જથ્થા સાથે ઝડપાયેલો રાજસ્થાની પાસીંગનો ટ્રક, તેની ડ્રાઇવરની કેબીનમાં બનાવી રખાયેલુ ચોરખાનુ (રાઉન્ડ કર્યુ છે તે) તથા ચોરખાના અંદર છુપાવેલી ૮૮૮ બોટલો અને ઝડપાયેલા રાજસ્થાની ડ્રાઇવર-કલીનર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: શહેર ક્રાઇમ બ્રાંચે કુવાડવા જીઆઇડીસી સંદિપ એન્ટરપ્રાઇઝ પાસે હાઇવે પરથી રાજસ્થાન પાસીંગના ટ્રકને બાતમી પરથી પકડી લઇ ટ્રકમાં બનાવાયેલા ચોર ખાનામાં છુપાવાયેલો રૂ. ૩,૮૬,૪૦૦નો ૮૮૮ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી બે રાજસ્થાની શખ્સને પકડી લઇ દારૂ, ટ્રક સહિત મળી કુલ રૂ. ૧૩,૯૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ બંને દારૂ કોને પહોંચાડવા જઇ રહ્યા હતાં? કોણે આ દારૂનો જથ્થો મોકલ્યો? એ સહિતની વિગતો ઓકાવવા વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ રાતે પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા અને કિરતસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી કુવાડવા જીઆઇડીસી પાસે વોચ રાખવામાં આવી હતી. બાતમી મુજબનો આરજે૨૭જીએ-૪૦૭૮ નંબરનો ટ્રક આવતાં પોલીસે અટકાવી તપાસ કરતાં પાછળ ઠાઠામાં કંઇ જોવા મળ્યું નહોતું. પરંતુ ડ્રાઇવરની કેબીનમાં તપાસ કરતાં તેમાં મોટુ ચોરખાનુ મળી આવ્યું હતું અને તેની અંદરથી દારૂની ૮૮૮ બોટલો મળી આવી હતી.

પોલીસે ડ્રાઇવર મહિપાલ નંદુરામ ઢાઢી (ઉ.વ.૨૮-રહે. મકાન નં. ૧૫૬, રાજીવનગર બી-મહામંદિર જોધપુર રાજસ્થાન) તથા કલીનર અશોક તુલછારામ પ્રજાપતિ (ઉ.૨૮-રહે. ખારીખુર્દ તા. બાવડી કુમારો થાના કરવડ જી. જોધપુર રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, ટ્રક, રોકડા રૂ. ૧૫૦૦ તથા રૂ. ૨૯૦૦ના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૩,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, અશોકભાઇ કલાલ, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ ચાવડા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર અને જગદીશભાઇ વાંકે આ કામગીરી કરી હતી.

ડીજીપી દ્વારા દારૂ-જૂગારની ડ્રાઇવનું આયોજન કરાયું હોઇ તે અંતર્ગત હ્યુમન સોર્સના આધારે આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂ કોણે મોકલ્યો? કોને આપવાનો હતો? કોણ કોણ સામેલ છે? તે સહિતના મુદ્ે પકડાયેલા બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(2:34 pm IST)