Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

માળિયા તાલુકામાં વણથંભ્‍યો વિકાસ : એક જ દિ'માં ૭૬ કિ.મી.ના ૧૭ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

મેરજા - કુંડારિયા સવારથી નીકળી પડયા : કુલ ૨૪ કરોડના વિકાસ કામો

રાજકોટ તા. ૧૯ : મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આજે વિકાસના નવા રસ્‍તા ખૂલ્‍યા છે. કુલ ૨૪ કરોડના ખર્ચે ૭૬ કિ.મી. રૂટના ૧૭ ગ્રામીણ માર્ગોની કાયાપલટ થશે. તેનું ખાતમુહૂર્ત આજે વિવિધ સ્‍થળોએ સ્‍થાનિક ધારાસભ્‍યો તથા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્‍તે કરવામાં આવી રહ્યા છે.
ચાંચાવદરડા થી માળિયા પીપળિયા હજનાળી સ્‍ટેટ હાઇવે રસ્‍તાનુ ખાતમુહૂર્ત, કુતાસી થી હજનાળી રસ્‍તાનું ખાતમુહૂર્ત, મોટી દહીંસરા થી કુંતાસી રસ્‍તાનું ખાતમુહૂર્ત, મોટા દહીંસરા થી નાનાભેલા રસ્‍તાનું ખાતમુહૂર્ત, વવાણિયા થી ચમનપર નાનાભેલા મોટા ભેલા રસ્‍તાનું ખાતમુહૂર્ત, વવાણિયા થી વર્ષામેડી રસ્‍તાનું ખાતમુહૂર્ત, મોટા ભેલા થી જશાપર રસ્‍તાનું ખાતમુહૂર્ત ઉપરાંત મોટી બરાર, પંચવટી - ખીરઇ, ખાખરેચી - વેણાસર, જુના ઘાટીલાથી ટીકર વગેરે માર્ગોનો સમાવેશ થાય છે.

 

(11:31 am IST)