Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

વાંકાનેરમાં કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા વીજ પુરવઠો બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો

વાંકાનેર તા. ૧૯ :.. ચોમાસાની સિઝનમાં વીજ પુરવઠો બંધ થાય તે સ્વભાવિક છે પરંતુ સામાન્ય વરસાદ કમોસમી માવઠામાં પણ વાંકાનેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. માવઠાએ પીજીવીસીએલ. ની પોલ ખોલી નાખી.

કમોસમી વરસાદથી ઠંડીમાં વધારો થવાની શકયતા જો કે સમગ્ર વાંકાનેર પંથકમાં વરસાદ નોંધાયો નહીં પંથકના અમુક વિસ્તારોમાં રીતસર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અને જોરદાર વરસાદ પડયો હતો.

છેલ્લા ચોવીસ કલાકથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેને અનુસંધાને માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી જેને પગલે વાંકાનેર પંથકમાં આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવીત થયું હતું. વરસાદને પગલે શેરીઓમાં પાણી ચાલવા લાગ્યા હતાં. ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને જોરદાર કમોસમી વરસાદ વરસતા ઠંડીમાં વધારો થવાની શકયતા સેવાઇ રહી છે. ચોમાસામાં વરસાદ વરસતા લાઇટ ગુલ થઇ જાય તે સ્વાભાવિક છે. પરંતુ કમોસમી માવઠામાં પણ ભાટીયા સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

વાંકાનેર પંથકમાં માવઠું થતાં ખેડૂતોના પાકને નુકશાન થવાની સાથે સ્થિતિ કફોડી બની છે.

(11:32 am IST)