Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

અમદાવાદ બસ ચોરીના ગુન્હામાં વોન્ટેડ ગોંડલનો સાગર પકડાયો

રૂરલ પેરોલ ફર્લો સ્કવોડએ ગોંડલમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ૧૯ : ગોંડલની નાની બજાર સંઘાણી શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા શખ્સે અમદાવાદ ખાતે માલિકની લકઝરી બસ લઈ નાસી છૂટ્યો હોય જે અંગેની ફરિયાદ બાદ નાશતો કરતો હોય પેરોલ ફર્લો સ્કવોડે ગોંડલ ખાતેથી ઝડપી લીધો હતો.

રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી એસ આઈ વી એમ કોલાદરા, એ.એસ.આઇ કરસનભાઈ કલોતરા, પોલીસ હેડ કોસ્ટેબલ પ્રભાતસિંહ પરમાર, સહિતનાઓએ ગોંડલ ખાતેથી સાગર ઉર્ફે લાલો કમલેશ ભાઈ ગોહેલ ઉંમર વર્ષ ૩૩ રહે. સંઘાણી શેરી નાની બજારને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોકત શખ્સ વિરૂદ્ઘ અમદાવાદ શહેર કોટાડા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૮ મુજબ વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.ઙ્ગ સાગર ઉર્ફ લાલો ટ્રાવેલ એજન્સીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોય માલિકની લકઝરી બસ લઇ નાસી છૂટયો હતો.

(11:33 am IST)