Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

નાવદરામાંથી ૧ર૦ કરોડના ડ્રગ્ઝ સાથે પકડાયેલો અનુ પટેલ ૧૦ દિ'ની રીમાન્ડ પર

ખંભાળિયા તા. ૧૯ : મોરબીના ઝીંઝુડા પાસેથી પકડાયેલ ૬૦૦ કરોના ડ્રગ્ઝ મામલેે પકડાયેલ આરોપીઓ પૈકી મુખ્તાર હુસેન ઉર્ફે જાબારની પુછપરછમાં તેણે કલ્યાણપુરના નાવદરાી ગામે અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાને ત્યાં જથ્થો સંતાડી રાખ્યાનું કબુલતા તેને સાથે રાખીને એ.ટી.એસ.પી.આઇ. શ્રી જાદવ તથા સ્ટાફ દ્વારા દ્વારકા એસ.ઓ.જી.ને સાથે રાખીને નાવદરા રેડ કરીને ૧ર૦ કરોડનું હેરોઇન તથા એમ.ડી. ફીઝ પકડી પાડેલ જે આરોપી અનુ પટેલને ગઇકાલે અન્ય ત્રણ આરોપીઓ ઇકબાલ ડાડી, ભંગાટીયોઅલી મીંગા કાદરી રહે. બંદર રોડ સલાયા સહિતના સાથે રજુ કરીને ૧૪ દિવસની રીમાન્ડ મોરબી સ્પેશ્યલ કોર્ટમાં માંગતા ૧૦ દિવસની રીમાન્ડ મંજુર થઇ છે જે પછી એ.ટી.એસ.દ્વારા બીજો જથ્થો કયાંય છે કે કેમ ? કોની કોની આમાં સંડોવણી હતી? કયાં વેચાણ કર્યુ કોની પાસેથી મેળવ્યું તે બાબતે તપાસ હાથ ધરી છે.

સલાયા-ખંભાળિયાના પાંચની રીમાન્ડ આવતીકાલે પુરી કંઇક નવુ મળશે

દેભૂમિ દ્વારા જિ.પો.વડાશ્રી સુનીલ જોશીની આગેવાની હેઠળ દ્વારકા એસ.ઓ.જી. પો.ઇ. જે.એમ. પટેલ તથા એલ.સી.બી. પો.ઇ.જે.એમ. ચાવડા વિ. દ્વારા સલાયા, ખંભાળિયામાંથી પકડાયેલ ૩૧પ કરોડના જથ્થા અંગે મુંબઇ થાણાના સૈજાદ સિકંદર, સલાયાના સલીમ કારા તથા અલી કારા તથા પાકિસ્તાનથી આવેલા ડ્રગ્ઝની બોટમાં ડિલીવરી કરીને સલાયા લાવનાર સલીમ ઉંમર જશરાયા તથા ઇરફાન ઉંમર જશરાયા કુલ પાંચને રીમાન્ડ પર લીધા હતા. જેની મુદત ર૦/૧૧/ર૧ ના રોજ પુર્ણ થતીહોય આવતી કાલે જુદા જુદા સમયે આ પંચેય આરોપીઓને ખંભાળિયા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરાશે તથા વધુ રીમાન્ડ મંવાય તેવી પણ શકયતા છે. તો નવ દિવસની રીમાન્ડ દરમ્યાન આ પાંચેય આરોપીઓની પુછપરછ તથા તેમને સાથે લઇને સલાયા-મુંબઇ- થાણા પોલીસે કરેલી તપાસના વિવિધ મુદ્દા અંગે કંઇક નવીન બાબતો જાહેર થયા તેવી પણ સંભાવના છે.

જિ. પો.વડાશ્રી સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ આ આરોપીઓના મોબાઇલ ડીટેલ તથા તેમના કોલ ડીટેલ લોકેશન અન્ય વ્યકિતઓ સાથે સંપર્ક વિ.ની બાબતો અંગે ઉંડી તપાસ થઇ રહી છે જેમાં કંંઇ નવું પરિણામ આવે તેવી પણ સંભાવના જણાય છે.

(12:38 pm IST)