Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જામનગરમા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પાંચ કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પાસે કાર્યકરોની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયા : કોર્ટે જામીન આપતા આમ આદમી પાર્ટીના 5 કાર્યકર્તાઓ મુક્ત થતાં ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૯ આમ આદમી પાર્ટી શહેરના ઉપ પ્રમુખ આશિષભાઈ સોજીત્રા પ્રવીણભાઈ ચનીયારા યુવા પ્રમુખ ધવલભાઇ ઝાલા ખજાનચી અશ્વિનભાઈ વારા તેમજ વસંતભાઈ કાનાણી ને અગાઉ જે પોલીસ પે ગ્રેડ ના મુદ્દે  બે ત્રણ કાર્યકરોની ધરપકડ કરાયેલ બાદમાં ગઈકાલે એકાએક આ પાંચેય હોદ્દેદારોને અટક કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું જેમાંથી અમારા બે કાર્ય કરો ને શારીરિક તકલીફ હોય તો પણ તેનું ધ્યાન દેવામાં આવ્યું ન હતું અને આ લોકોને 24 કલાક લોકપ મા રાખવામાં આવ્યા હતા ત્યાર બાદ આજરોજ તે તમામ હોદ્દેદારોને 24 કલાક બાદ સ્પેશિયલ કોર્ટમાં જાણે કોઈ મોટા સમગલર ગુનેગાર કે ડ્રગ્સની હેરાફેરી કરનાર હોય તે રીતે પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા.આ હોદ્દેદારોને લોક-અપમાં આમ આદમી પાર્ટીનું ભાન ભુલાવી દેવાનું પણ કહેવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમની સાથે અન્ય લોકો તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે એક્ટિવ લોકો છે તે લોકોને તેમાં ફિટ કરી દેવાની કાર્યવાહી બળજબરી પૂર્વક કરવામાં આવતી હોય તેઓ પ્રતિત થઈ રહ્યું છે આ તકે છેલ્લા ૨૪ કલાકથી આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દુર્ગેશભાઇ નેતા પ્રકાશભાઈ દોગા આશિષભાઈ કંટારીયા સુખુભા જાડેજા શહેર ઉપપ્રમુખ નિલેશ ખાખરીયા શહેર મીડિયા સેલ કોડિનેટર યુવા ઉપપ્રમુખ નિતીન મુંગરા જીગ્નેશભાઈ ખજુરીયા દિલીપસિંહ નિલેશ પાલારા મેહુલ પટેલ ભરત પટેલ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકરો એ ભાગદોડ સંભાળી હતી આ લોકોને કોર્ટમાંથી જામીન ટકા કરવામાં આવતા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ તેમનું તેમજ લીગલ સેલના એડવોકેટ મયુર ડેડીયા નું પુષ્પ હારતી સ્વાગત કર્યું હતું અને ઢોલના ધબકારે તમામને આવકાર્યા હતા.(તસવીર : કિંજલ કારસરીયા જામનગર)

(3:25 pm IST)