Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

કચ્‍છના અંજાર તાલુકાના મેઘપર ચોવીસી ગામમાં ચીની યુવતિને વેક્‍સિન અપાઇઃ ગુજરાતનો પ્રથમ કિસ્‍સો

ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવીને ભારતીય વેક્‍સીનનો પ્રથમ ડોઝ લીધો

ભુજઃ ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકશીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે. ત્યારે આ ચાઈનીઝ યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

(4:35 pm IST)