Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

સલાયા ખાતેથી પકડાયેલ 315 કરોડની કિંમતના ડ્રગ્સની હેરફેર તથા ડ્રગ્સની ખરીદ કરવામાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન શખ્શને દિલ્હીથી પકડી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમ

ખંભાળિયા :ભારતની પશ્ચિમી દરિયાઈ સીમાએ અને પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીક આવેલ અતિ સંવેદનશીલ દરિયાઇ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થ અને ડ્રગ્સની ઘુસણખોરી અને હેરાફેરી અટકાવવા સારૂ સતત પ્રયત્નશીલ રેન્જ વડા સંદિપ સિંહ,નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તથા સુનીલ જોશી, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાર્કોટીક ડ્રગ્સને લગત ગુન્હા શોધી ગુન્હો આચરનાર આરોપીઓ વિરૂધ્ધ ઇન્ચાર્જ soG પી.આઇ. જે.એમ.ચાવડા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.સી.સીંગરખીયા તથા પોલીસ ટીમ દ્વારા દરોડા પાડી ૬૩ કિલો ૦૧૯ ગ્રામ કિં.રૂ.૩,૧૫,૦૯,૫૦,૦૦૦ની કિંમતના નો મુદામાલ કબ્જે કરી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૭૮૨૧૦૨૨૦/૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ર૫(એ), ૨૩મી), ૨૯ મુજબ ગુન્હો રજી કરાવીને પોલીસ ઈન્સપેકટર જે.એમ.પટેલ દ્વારા અલગ અલગ દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી ગુન્હાની ટુંક વિગત વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૮૨૧૦૨૨૦/૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૫(એ), ૨૩(સી), ૨૯ મુજબના ગુન્હાના કામે ચક્રો ગતિમાન કરતા તપાસ દરમ્યાન (૧) માદક પદાર્શે ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીઓ સલીમ યાકુબ કારા તથા અલી અસગર યાકુબ કારા( રહે.સલાયાવાળા )તથા સજ્જાદ સિકંદર ઘોસી( રહે.થાણે મહારાષ્ટ્રવાળા)ના કબ્જામાંથી ૬૩ કિલો ૦૧૯ ગ્રામ કિ.રૂ.૩,૧૫,૦૯,૫૦,૦૦૦ની કિંમતનો મુદામાલ કબ્જે કરેલ (ર) દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી ૧ નામની બોટ લઈ આઈ.એમ. બી.એલ.નજીક પહોંચી વાયરલેસ સેટ મારફતે પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કરેલ અને પાકિસ્તાની બોટ પાસેથી માદક પદાર્થનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવી લઈ આવનાર (૧) સલીમ ઉંમર જુસબ જશરાયા (રહે. પરોડીયા રોડ, ખારી વિસ્તાર, રાણવાળા ડાડાની દરગાહ પાસે, સલાયા તા. જામ ખંભાળીયા) તથા (૨) ઇરફાન ઉપર જુરાબ જશરાયા (રહે, પરોડીયા રોડ, ઓલીયા પીરી દરગાહ પાસે, સલાચા તા.જામ ખંભાળીયાવાળા) ની ધરપકડ કરવામાં આવેલ (૩) આ ગુન્હામાં ઉપયોગ કરવામાં આવેલ માછીમારી બોટ ફારૂકી.૦૧ તથા ગુન્હો કરવામાં વપરાયેલ સાધનો તથા માદક પદાર્થની હેરફેર માટે વપરાયેલ ફોર વ્હીલ વાહન ક્રિયા સોનેટ તથા નેનો કાર કબ્જે લેવામાં આવી (૪) આટલો વિશાળ જથ્થો પકડવામાં આવેલ હોય જેથી તે દિશામાં અલગ અલગ પાસાઓ તપાસી, ટેકનીકલ માધ્યમ, આગવી સુઝથી આ કામના ખરીદ કરનાર શખ્સોની તપાસ માટે અલગ અલગ ટીમો પો.સ.ઈ. એસ.વી.ગળચર, પો.સ.ઈ.શ્રી પી.સી.સીંગરખીયા, પો.સ.ઈ. એમ.ડી. મકવાણાનાઓની ટીમો મુંબઈ-દિલ્હી ખાતે રવાના થયેલ જેના ફળ સ્વરૂપે દિલ્હી ખાતેથી માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થાની ખરીદીમાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન ચીજીઓકે અમોસ પૌલ વારા (ઉ.વ.૪૩) ( રહે.ઉમુએજિ, ઓસિસિઓમ, નાઇજીરીયા હાલ રહે.શેરી નં ૩૫, રાજાપુરી, ઉતમ નગર, ન્યુ દિલ્હી – ૧૧૦૦૫૯વાળા )ને દિલ્હીથી પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં દુભાષીયાની મદદ લેવામાં આવેલ છે સાથો સાથ આ કામે સલાયાથી ખંભાળીયા સુધી માદક પદાર્થની હેરફેર કરનાર - આપીન ઓફ ઓસમાણભાઈ આમદભાઈ સેતા જાતે.મુસ્લીમ વાઢા( ઉ.વ.૩૯) ધંધો.માછીમારી (રહે.જામ સલાયા કસ્ટમ રોડ,કસ્ટમ કચેરીની બાજુમાં તા, જામ ખંભાળીયા ) ને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હૃદ્ય ધારેલ છે

 અટકમાં કરવામાં આવેલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસની તજવીજ કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન એસઓજી એલસીબી,સાયબર ક્રાઇમ અલગ અલગ ટીમોએ આ ગુન્હો કરવામાં સામેલ શખ્સોની સંડોવણી સબંધે આગળની વધુ તપાસ હાથ ધરાયેલ છે

 

(7:52 pm IST)