Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા પાછા ખેચાતા ફટાકડા ફોડી ઉજવણી કરી

ધોરાજી : શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા પાછા ખેચાતા  ફટાકડા ફોડી ઉજવણી કરી હતી

  આજરોજ કૃષી કાળા કાયદા પાછા ખેચાતા ધોરાજી શહેર કોંગ્રેસ કાર્યાલય પાસે ધારાસભ્ય શલલીતભાઈ વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ લાખાણી , યુવા પ્રમુખ બ્રિજેશ વઘાસિયા , ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા ઉપ પ્રમુખ ધોરાજી નગરપાલિકા મગનભાઈ વઘસીયા ,જગદીશભાઈ રાખોલીયા , ધર્મેશભાઈ રાજ્યગુરુ , દિનેશભાઈ ટોપિયા , કિશોરભાઈ રાબડીયા વગેરે આગેવાનો દ્વારા ખેડૂતો અને પ્રજાને ગુલામ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે કૃષી કાયદા બનાવ્યા હતા તેની સામે ૧ વર્ષથી  કિશાનોએ આંદોલન કરી અનેક કિશાનોએ શહાદત વહોરી હતી.આ ભાજપની આંધળી બહેરી અને અહમી સરકારને ઝુકાવવા આંદોલન કર્યું તે તમામ કિશાન ભાઈઓને અભિનંદન પાઠવ્યા અને ફટાકડા ફોડી કિશાનોના આ વિજયને આવકાર્યો હતો.

(8:23 pm IST)