Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સંતો-મહંતોની ઉપસ્‍થિતીમાં ભાલછેલ વર્ણીવન આશ્રમે હનુમાનજી મંદિર, યાત્રિક ભૂવન અને યજ્ઞ શાળાનું ભૂમિ પૂજનઃ દિવ્‍ય શાકોત્‍સવ સાથે લોકડાયરાને દાતાઓ, મહાનુભાવો અને અધિકારીઓએ માણ્‍યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૯: સાસણ નજીકના ભાલછેલ ખાતે વર્ણીવન આશ્રમનું નિર્માણ હાથ ધરવામાં આવ્‍યુ છે. જેના ભાગરૂપે ગત તા.૧૨ નવેમ્‍બરના રોજ કેસરી નંદન હનુમાનજી મંદિર, યાત્રિક ભૂવન અને ભોજન શાળા તેમજ યજ્ઞ શાળાનું ભૂમિ પૂજન તેમજ દિવ્‍ય શાકોત્‍સવ તથા લોકડાયરો સહિતના પ્રસંગો યોજાયા હતા.સંતો-મહંતોની ઉપસ્‍થિતીમાં ધર્મોત્‍સવ પ્રસંગે ધર્મસભા યોજાઈ હતી. જેનુ સંચાલન શ્રી ભક્‍તિ સ્‍વામીએ સુપેરે નિભાવ્‍યુ હતુ.

ધર્મસભાના અવસરે પૂ.શ્રી જયકળષ્‍ણ સ્‍વામી દ્વારા સેવાભાવી અને દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

મારૂતી યજ્ઞ બાદ સાંજે પઃ૦૦ કલાકે ભૂમિ પૂજન કરવામાં આવેલ અને ઢળતી સાંજે ધમાલ નળત્‍ય યોજાયુ હતુ અને આ પછી  અક્ષર નિવાસી રવજીભાઈ શિવાભાઈ બુસાના સ્‍મર્ણાથે શાકોત્‍સવ તથા રાત્રે સત્‍સંગ સભા યોજાયેલ.

જયારે રાત્રીના રાજભા ગઢવી, અપેક્ષાબેન પંડયા અને મયુરભાઈ દવે સહિતના કલાકારો લોકડાયરો યોજાયો હતો.  અને તમામ કલાકારોએ  સંતવાણી પિરસીને રસતરબોળ કર્યા હતા. આ તકે અધિક કલેકટર પી.જી.પટેલ, ડીવાયએસપી શ્રી પટ્ટણી, અગ્રણી હમિરસિંહ સીસોદીયા, જૂનાગઢ ટુડે દૈનિકના તંત્રી અને ભાજપના યુવા અગ્રણી કળષ્‍ણકાંતભાઈ રૂપારેલીયા અગ્રણી હરિભક્‍તો હસુભાઈ ઠુમ્‍મર, વિવેકભાઈ ગોહેલ, સુમનભાઇ પાનસુરીયા, મગનભાઇ રામોલીયા, ઘેલાભાઈ ભરવાડ, સુરેશભાઈ નારોલા, શ્રી બુસા બાલીભાઈ પટેલ, રાજેશભાઈ મેર,  રામકુભાઈ વિકમાં, રાજ જવાહરભાઈ ચાવડા, હિરેન જશુભાઇ બારડ, તેજસ ભગાભાઈ બારડ, અર્જુન આહિર તેમજ સત્‍સંગ મહિલા મંડળના બહેનો ઉપરાંત સાસણ, ભાલછેલ, હરિપુર તેમજ ચિત્રાવડ ગ્રામ્‍ય વિસ્‍તારના ગ્રામજનોને હાજરી આપી મોડે સુધી લોકડાયરો માણ્‍યો હતો.

(10:19 am IST)