Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ધ્રાંગધ્રા ખેડૂત આગેવાન જે.કે.પટેલની અટકાયત

વઢવાણ,તા. ૧૯ : ધાંગધ્રા મુકામે આજે ભાજપ ની ચુંટણી સભા માં કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્‍દ્ર તોમર પધાર્યા હતા ત્‍યારે સ્‍થાનિક ધાંગધ્રાનાં ખેડૂત આગેવાન અને ગુજરાત કિસાન સંગઠનનાં રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.કે. પટેલ દ્વારા ત્રણ કાળા કાયદા લાવેલ ત્‍યારે તોમરે દિલ્‍હી ખેડૂત આંદોલનમાં આંદોલન કરતાં કિસાનોને ખાલિસ્‍તાની કહી અપમાન જનક શબ્‍દ પ્રયોગ કરેલા તે દિલ્‍હી કિસાન આંદોલન માં જે.કે.પટેલ પણ સહભાગી દિલ્‍હી થઈ લડત આપી હતી તેથી આજે તોમર ને પોતાનું ઘર બતાવી કહેવા માંગતા હતા કે દિલ્‍હી આંદોલનમાં કોઈ ખાલિસ્‍તાની નહોતા ખેડૂતો જ હતાં બીજું કે પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના સારી યોજના છે કે ખરાબ યોજના છે તે બાબતે જાણવા માંગતા હતા કારણ કે જો યોજના સારી હોય તો ગુજરાત માં શા માટે બંધ કરવામાં આવી?? અને જો ખરાબ હોઈ તો ગુજરાત સિવાય અન્‍ય રાજયોમાં શા માટે ચાલુ છે?? આ સવાલો નાં જવાબ કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્‍દ્ર તોમર જોડે નહીં હોવાથી અટકાયત કરવામાં આવી હતી.

 

(11:00 am IST)