Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોરબીમાં ૧૨ બોટલ દારૂ સાથે કિશન પકડાયો : સાજીદ ભાગી ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૯ : મોરબી કેસરબાગ નજીક બાઈક ઉપર રેડલેબલ દારૂની બોટલ સાથે નીકળેલા બાઈક ચાલકને એલસીબી ટીમે ઝડપી લીધો હતો. જો કે એક શખ્‍સ નાસી ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે કેસરબાગ નજીક વોચ ગોઠવી રેડ લેબલ બ્રાન્‍ડ વિદેશી દારૂની ૧૨ બોટલ કિંમત રૂપિયા ૨૪ હજાર સાથે બાઈક ઉપર નીકળેલા મૂળ રાજકોટના અને હાલ વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં રહેતા કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયાને ઝડપી લઈ ૨૦ હજારનું બાઈક તેમજ રૂ.૫૦૦૦નો મોબાઈલ સહિત ૪૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે જોન્‍સનગરમાં રહેતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો મહેબૂબભાઈ સુમરા નાસી જતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવ્‍યો હતો.

(1:02 pm IST)