Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નરેન્‍દ્રભાઇએ ભારતની ગૌરવશાળી - શકિતશાળી દેશ તરીકે ઓળખ અપાવી : શિવરાજસિંહ ચૌહાણ

મોરબીમાં કાંતિભાઇ અમૃતિયાના સમર્થનમાં મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રીની જાહેરસભા યોજાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્‍યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્‍ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્‍યારે ભાજપે પણ પોતાના દિગ્‍ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જયા આજે મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં એમપીના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબીના સ્‍કાય મોલ નજીક ગાંધીના વંડા ખાતેના મેદાનમાં પહોંચ્‍યા હતા.

મધ્‍યપ્રદેશની જનતામાં શ્નમામાઙ્ખના હુલામણા નામે ઓળખાતા શિવરાજસિંહે સભાને સંબોધતા જણાવ્‍યુ હતું કે મોદીજી ના રાજમાં બધા મજામાં જ હોય.નર્મદા ગુજરાત અને મધ્‍યપ્રદેશને જોડે છે. નર્મદા મધ્‍યપ્રદેશની જીવાદોરી છે. નર્મદાજી બરફમાંથી પીગળીને નથી નીકળતી. એ તો અમર કંટકના પહાડોમાંથી પરિશ્રમ કરીને નીકળે છે. આવી પાવન નદીને ગુજરાતમાં મોદીજી લઈને આવ્‍યા છે. અમે નર્મદાની બંને બાજુ ૧૦ કરોડ વૃક્ષ વાવ્‍યા છે. મેં તો મારા અને જન્‍મદિન નિમિતે વૃક્ષ વાવવાનો નિર્ણય પણ છે અને કોઈ ભેટ આપે તો મધ્‍યપ્રદેશમાં અમે વૃક્ષ વાવનો નિર્ણય કરવાનો સંકલ્‍પ લાવવાનો કહીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે ,નરેન્‍દ્ર મોદીજીના પ્રયાસોથી નર્મદા નદીનું પાણી ગુજરાતમાં પહોંચ્‍યું છે. હું મધ્‍ય પ્રદેશમાં રોજ એક રોપા રોપું છું. વૃક્ષ વાવવાથી મોટો કોઈ પુણ્‍ય નથી. વૃક્ષો આપણને ઓક્‍સિજન તો આપે જ છે, પરંતુ નર્મદાજીમાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.. આ કોંગ્રેસીઓ અને મેધા પાટકર જેવા લોકો આંદોલન કરતા હતા અને મને ગાળો આપતા હતા કે તમે અમારું પાણી ગુજરાતને કેમ આપો છો. જયારે અહીં નર્મદાનું પાણી આવ્‍યું તો અહીંના ખેતરો ખીલવા લાગ્‍યા. ૨૦૧૪ બાદ નરેન્‍દ્રભાઈ ભ્‍પ્‍ બનતા સ્‍થિતિ બદલાઈ ગઈ, આજે દુનિયામાં ગમે ત્‍યાં જાઓ ભારતની ઓળખ ગૌરવશાળી, સંપન્ન અને શક્‍તિશાળી દેશ તરીકે જ થાય છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, તારીખ પર તારીખᅠ નહીં આપીએ સંભાળી લો જાન્‍યુઆરી ૨૦૨૪ માં ભવ્‍ય મંદિર બની તૈયાર થઇ જશે. મોદીજીનું સૂત્ર છે આપણે કોઈને છેડીશું નહિ પરંતુ અમને છેડે તેને છોડીશું નહિ. એટલે જ પાકિસ્‍તાને ચારો કર્યો તો સર્જીકલ સ્‍ટ્રાઈક કરી હતી. આ સાથે સરકારના કાર્યોની વગતે છણાવટ કરતા જણાવ્‍યું હતું કે, પ્રજાને ભાજપ આવે છે તેવો વિશ્વાસ છેᅠ આપ અને કોંગ્રેસ વચ્‍ચે બીજા ક્રમે કોણ રહે તેની રેસ છે. ક્રિકેટ મેચ ગુજરાતમાં થાય રાહુલ મહારાષ્ટ્રમાં યાત્રા કરે છે. એટલે એનું કાંઈ કેહવા જેવું જ નથી. અને અંતમાં કહ્યું હતું કે, કાંતિલાલની સાથે બ્રિજેશભાઈ મેરજા પણ છે તેઓ એકલા નથી આ સાથે મહાભારતના શ્‍લોકનું ઉચ્‍ચારણ કરીને અધર્મ વધશે ત્‍યારે ઈશ્વર વારંવાર આવશે તેવું વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું.

(1:04 pm IST)