Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પોરબંદર પાસે ૪પ હજારનો લીલો ગાંજો ઝડપાયો

આશ્રમના ફળિયામાં ૪ કિલો પ૪૯ ગ્રામ ગેરકાયદે ગાંજાનું વાવેતર કરનાર આશ્રમના ભરતદાસ ગુરૂ મોહનદાસ સામે ગુન્‍હો નોંધાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ : પોરબંદર નજીક હનુમાનગઢ સીમમાં કબીર આશ્રમમાં એસ.ઓ.જી. ત્રાટકીને આ આશ્રમના ફળિયામાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ૪ કિલો પ૪૯ ગ્રામ જથ્‍થો કિ. રૂા.૪પ૪૯૦ નો પકડીને ગેરકાયદે ગાંજાના વાવેતર કરનાર આશ્રમના ભરતદાસ ગુરૂ મોહનદાસ સામે નાર્કોટીક એકટ મુજબ ગુન્‍હો નોંધવામાં આવ્‍યો છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈનીનાઓ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું સેવન કરનાર તત્‍વોની પ્રવૃતિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ઇ/ચા પોલીસ ઇન્‍સપેકટર એચ.બી.ધાંધલ્‍યા, એસ.ઓ.જી. પોરબંદરનાઓ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામાં આવેલ જે અન્‍વયે એસ.ઓ.જી.સ્‍ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્‍યાન એ.એસ.આઇ. કે.બી.ગોરાણીયા તથા પો.કોન્‍સ સમીર સુમારભાઇ જુણેજાને બાતમી મળેલ ભરતદાસ ગુરૂ મોહનદાસ રહે હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદરવાળા હનુમાનગઢ સીમમાં કબીર આશ્રમમાં પોતાના કબજા ભોગવટાની જગ્‍યામાં લીલા ગાંજાના છોડ નંગ-૧ જેનો કુલ વજન ૪ કિલો પ૪૯ ગ્રામ કી.રૂા.૪પ૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્‍ટેશન નાર્કોટીક એકટની કલમ એકટ ૧૯૮પ ની કલમ ૮ (બી), ર૦(એ) ર(ર-બી) મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છ.ે

આરોપીનું નામ દુલા રણમલભાઇ રાણાવાપા ઉર્ફે ભરતદાસ ગુરૂ મોહનદાસ ઉ.૪૮ રહે. મુળ રાતડી ગામ તા.જી.પોરબંદર હાલ હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમ હોવાનું પોલીસ પુછરછમાંથી બહાર આવ્‍યું છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્‍સપેકટર ડી.બી.રાઠોડ તથા પોલીસ સબ ઇન્‍સપેકટર એચ.બી.ધાંધલ્‍યા તથા એસ.ઓ.જી. સ્‍ટાફના એસ.આઇ.આઇ. એમ. એચ.બેલીમ, કે.બી.ગોરાણીયા, હેડ કોન્‍સ્‍ટેબલ સરમણભાઇ રાતીયા, મોહીતભાઇ ગોરાણીયા, હરદાસભાઇ ગરચર, કોન્‍સ્‍ટેબલ સમીરભાઇ જુણેજા વિપુલભાઇ બોરીચા, ડ્રા.એ.એસ.આઇ. માલદેભાઇ મુળુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ જોડાયા હતા.

(1:05 pm IST)