Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જુનાગઢ વાંજાવાડમાં વાહન ચોરી જનાર ઝડપાયો

જુનાગઢ તા.૧૯ : એ.ડી.વી. પો. સ્‍ટે. ગુર.નં.૧૧ર૦૩૦ર૩રર૧ર૭૭ - ર૦રર આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો તા.૧૭-૧૧-ર૦રરને જેમાં ફરીયાદીએ પોતાની હોન્‍ડા  કંપનીની એકટીવા મોટર સાયકલ જીજે ૦૩ એફએસ ર૦૪ર કિ. રૂા.૩૦૦૦૦ વાળી પોતાના મીત્ર રાકેશ બચુભાઇ બોરીચા રહે. વાંઝાવાડ જુનાગઢ વાળાના ઘરનીડેલી પાસે પાર્ક કરેલ કે કોઇ અજાણ્‍યો  ઇસમ ચોરી કરી લઇ ગયેલ.

દરમિયાન એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો. કોન્‍સ. કલ્‍પેશભાઇ ગેલાભાઇને સંયુકતમાં બાતમી રાહે હકિકત મળેલ કે ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ એકટીવા મો.સા. સાથે એક ઇસમે સુખનાથ ચોક ધારગઢ દરવાજા ફરઝાના હોલ સામે આટા મારે છે તેવી હકિકત મળેલ જે હકિકત આધારે તપાસ તજવીજ કરી ચોર ઇસમને ચોરીમાં ગયેલ  એકટીવા  મો.સા. જેના રજી નં. જીજે ૦૩ એફએસ ર૦૪ર કિ. રૂા.૩૦૦૦૦ વાળી સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ તાહીરશા ઇબ્રાહીમશા રફાઇ ફકીર  ઉ.વ.ર૯ ધંધો મજુરી રહે. જુનાગઢ સુખનાથ ચોક જુના તાલુકા પો. સ્‍ટે.માં છે.

આમ એ ડીવી પો. સ્‍ટે.ના પો ઇન્‍સ. એમ.એમ.વાઢેર એ.એસ.આઇ.  સરતાજ સાંધ તથા એ.એસ.આઇ. એમ.ડી. માડમ તથા પો. કોન્‍સ. કલ્‍પેશભાઇ ગેલાભાઇ તથા પો. કોન્‍સ. રામભાઇ રૂડાભાઇ તથા પો. કોન્‍સ. ખીમાણંદભાઇ કાનાભાઇ તથા પો. કોન્‍સ. નરેન્‍દ્રભાઇ નારણભાઇ તથા પો. કોન્‍સ. વિક્રમભાઇ મનસુખભાઇ તથા પો. કોન્‍સ. ધર્મેશભાઇ સુરસિંહભાઇ  વિગેરે દ્વારા મો.સા. ચોરીના અનડીટેકટ ગુનાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે.

(1:28 pm IST)