Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જુનાગઢ જાદવ પરિવાર દ્વારા આયોજીત ભાગવત કથામાં શ્રોતા ઓતરબોળ

જુનાગઢ : જુનાગઢથી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે સ્‍વ ચેતનભાઇ જાદવની પૂણ્‍ય સ્‍મૃતિમાં ડો. શૈલેષ જાદવ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ જેમાં વાજતે ગાજતે પોથી યાત્રા નિકળી હતી. તેમાં મંદિરના ચેરમેન દેવનંદન સ્‍વામી કોઠારી પ્રેમસ્‍વરૂપ દાસજી પી.પી. સ્‍વામી પુજારી ધર્મકિશોરદાસજી કુજવિહારી સ્‍વામી તેમજ ડો. શૈલેષ જાદવ અનેરી જાદવ રૂપીલ ચેતનભાઇ જાદવ આરોહી શૈલેષભાઇ જાદવ, પાર્થવી જયેશભાઇ જાદવ, ધ્રુવીશા અંકિતભાઇ જાદવ સહિત જાદવ પરિવાર જોડાયો હતો અને કથા થળે પોથીજીની પધરામણી સાથે વ્ર્રજ ભૂમિ આશ્રમ આણંદના સ્‍વામી શ્રી નારાયણચરણદાસજી વ્‍યાસાસને કથાનો પ્રારંભ થયો હતો કથાનું રસપાન કરાવતા નારાયણચરણદાસજી એ જણાવ્‍યું હતું કે જેટલું મન ગમતુ મળે બધુ માણી લઇએ થોડા સમય ઇન્‍દ્રીયો તૃપ્ત થાય પણ તૃપ્તિ કાયમી રહેતી નથી અને એટલે ભટકવાનું સતત ચાલુ રહે છે આ શ્રીમદ ભાગવત સપ્તાહ આપણને ૭ દિવસમાં જીવનની અનેક ચાવી આપી જ્ઞાન અને વૈરાગ્‍યના દરવાજા ખોલશે પણ એ અવિરણ રહે એવું આપણે કરી નથી શકતા માટે સુખની શોધ ફરીથી શરૂ થઇ છે. જ્ઞાન અનેવૈરાગ્‍ય ભકિતના બે સંતાનો છે. અને ભકિતનો માર્ગે જવુ હોય તો યુમનાજીના કાંઠે જવુ પડે આ કાળી યુગ ચાલી રહ્યો છે. તેમાં ભાગવત સ્‍મરણનું એટલું મહત્‍વ છે સ્‍મરણ માત્રથી મોક્ષ મળી શકે છે. ભકિત માર્ગએ જીવનનો શ્રેષ્‍ઠ માર્ગ છે. ત્રીજા દિવસે કથાનું રસપાન કરાવતા નરસિંહ પ્રાગટયનો પ્રસંગે હિરણ્‍યકશીયુ એ પ્રહલાદની કરેલ કસોટી ઓ અને પ્રહલાદની ભગવાન પ્રતયે અતુટ શ્રધ્‍ધાનું વર્ણન કરેલ અને બાદમાં પોથીજીનીઅ ારતીમાં ડો. શૈલેષ જાદવ, ડો. બ્રિજેશ જસાણી, ડો. કલ્‍પેશ બાખલકીયા સહિતના તબીબો અને આમંત્રિતો ઉપસ્‍થિત રહેવા હતા. (અહેવાલ : વિનુજોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા) 

(1:45 pm IST)