Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોરબીમાં ચૂંટણી ટાણે વધુ ત્રણ બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ

સામાન્ય ચુંટણી અનુસંધાને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ ત્રણ બુટલેગર્સને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી : આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ ત્રણ બુટલેગર્સને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે.

વિધાનસભા સમાન્ય ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે આવા ઇસમો વિરુધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવાની રેન્જ આઈજીની સૂચના હોય એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ તથા એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશનની ગે.કા પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુધ્ધ અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફ મોકલતા તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરના સમા નીચે જણાવેલ વધુ ત્રણ બુટલેગર્સ વિરુધ્ધ પામ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ છે.
જેમાં યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨)( રહે.મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં), ધર્મેશભાઇ ઉર્ફે ધમો જગદીશભાઇ મેર( ઉ.વ.૨૪ )(રહે.મોરબી પ્રજાપત કારખાના પાસે બીલાલી મસ્જીદની બાજુમાં) ધનરાજસિંહ શાંતુભા મકવાણા સીસોદીયા( ઉ.વ.૨૩) (રહે.મોરબી મહેન્દ્રપર શેરી નંબર-૧૩વાળા) ને પકડી પાડી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

(9:50 pm IST)