Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વઢવાણના સરા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકો માટે સરા ગામે દર મંગળવારે અરિહંત ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચાલતુ દવાખાનું

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૦ : સરા અને આજુબાજુ ના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને આરોગ્‍યની સારી સુવિધા નજીવા દરે મળી રહે તેવા  આશય થકી સરા મેલડી માતાજી ના ભુવા  બિપિનભાઇ દોશી એ  મા અરિહંત ચેરીટેબલ ટ્રસ્‍ટની રચના કરેલ હતી તેમજ  સરા અને આજુ બાજુ ગામના લોકોને બિમારી સબબ તેમજ તાત્‍કાલિક સારવાર અર્થે શહેર મા જલ્‍દી પહોંચી શકાય એ માટે સૌ પ્રથમ એમ્‍બ્‍યુલન્‍સ વાનની સુવિધા ઉપલબ્‍ધ બની રહે તે માટ પ્રયત્‍ન  કરતા તેમને સારો પ્રતિસાદ મળતા એમ્‍બ્‍યુલન્‍સ વાનનુ સ્‍વપ્ન પણ સાર્થક બનાવી અને માત્ર ડિઝલ ભાડે સરા સહિત નજીક વાડી વિસ્‍તાર કે ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને સરા ના આંગણે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવેલ હતી.

  લોકોને નજીવા દરે નિદાન, સારવાર અને દવાઓ મળી રહે એ માટે સુ.નગર જલારામ સદવિચાર પરિવાર સેવા ટ્રસ્‍ટ ના સ્‍વ.વિજયભાઇ,શશીકાંતભાઈ શાહનો સંપર્ક કરી ડોકટરને સુ.નગર થી સરા આવવા જવાની વ્‍યવ્‍સ્‍થા અને જરૂરી દવાઓ માટેનુ કામ સોપેલ જેમા સફળતા મળતાં સરા ખાતે શ્રી મેલડી માતાજીની જુની જગ્‍યામાં તા.૦૯ એપ્રીલ ૧૯૯૬ મંગળવારના રોજ સૌ પ્રથમ કેમ્‍પ યોજાયો જેમાં માત્ર ૫ રૂપિયા કેસ ફી લઇને ૪૦ જેટલા દર્દીઓની તપાસણી કરી દવા સહિતની જરૂરી સારવાર આપવામા આવી હતી અને એ પછી ધીમે ધીમે દર્દીઓની સંખ્‍યા વધતી ગઇ અને આજે એ સીમા ચિન્‍હરૂપ બની ગઇ છે અને એક વટવળક્ષ બની ગયેલ છે!

 આ દવાખાનું દર મંગળવારે  વિઠલભાઇ ધર્મશાળા ખાતે ચાલુ કરવામાં આવેલ હતું જે આજેપણ અવિરતપણે ચાલુ છે.જેમાં સુ.નગર ના ડો. સુજીતભાઇ યાજ્ઞીક ડો.મહેヘરી, ડો.રાજપરા, ડો.ગોવાણી, ડો.અંજનાબેન શાહ, ડો.સુવર્ણકાર, ડો.વર્મા, ડો.ફિચડીયા, ડો. પંચોલી, ડો.ગોધાણી, ડો.ધર્મેન્‍દ્ર ગઢવી આ કેમ્‍પમાં સમયાતંરે સેવા બજાવી હતી અને આ સમગ્ર વ્‍યવ્‍સ્‍થા અરિહંત ચેરીટેબલ ટ્રસ્‍ટના કાર્યકરો સંભાળી રહયા હતા અને માત્ર ૨૦ રૂપિયા કેસ ફી મા નિદાન કરી, દવા સહિતની સુવિધા દર્દીઓને આપવામા આવી રહી છે.

 હાલ, છેલ્લા ઘણાજ સમય થી કલરવ હેલ્‍થ કેર, સુ.નગર ના ડો.નિલેશ એન. ઠકકર તબીબી સેવા બજાવી રહયા છે તેમની સાથે જયેશભાઈ ,વિપુલભાઈ દીક્ષિત શાહ વિગેરે માનદ સેવા આપી રહયા છે.

સરા ગામના યુવાન ભરતભાઇ, મુન્નાભાઇ,રણજીતભાઇ અને ૧૦૮ ના સ્‍ટાફ પણ સેવા યથા શકિત સેવા આપી રહ્યા છે. ડો.નિલેશભાઇ એ જણાવ્‍યા મુજબ  સુરેન્‍દ્રનગર થી અમારી ટીમ સરા બપોરે પહોચી જાય છે,  અને બપોરે ૩.૦૦ પછી કેમ્‍પ શરૂ કરવામા આવે છે જે રાત્રીના ૧૧:૩૦ વાગ્‍યા સુધી ચાલે છે જેમાં દર્દીઓને તપાસી,નિદાન કરી દરેક ને સલાહ - સૂચન તેમજ જરૂરી સારવાર આપવામા આવે છે.હાલ, કેમ્‍પ મા ૩૦૦ થી ૪૫૦ દર્દીઓ સારવાર અર્થે આવે છે  સરા સહિત વાડી વિસ્‍તાર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના તેમજ દૂર - સુદુરના દર્દીઓ આ સેવાનો  લાભ લે છે અને વઘુ ને વઘુ દર્દીઓ આ કેમ્‍પ નો લાભ લે એવી સેવા આપવા અમે તત્‍પર છીએ. લોકોબીપી,ડાયાબિટીસ,લકવો,વા - સંધિવા,એલર્જી,ચામડી,વાળ નખ તેમજસ્ત્રી- બાળ રોગોના રોગોની સારવાર ખૂબ જ નજીવા દરે લઈ રહ્યા છે. તેમજ ટુંક સમયમાં જ આધુનિક સાધન - સુવિધાઓથી સજજ એવું નવું બિલ્‍ડિંગ બનવા જઈ રહ્યું છે જે પછી દર ૩-૬ મહિને સુ.નગર/અમદાવાદના નામાંકીત સુપર સ્‍પેશિયાલિસ્‍ટનો કેમ્‍પ પણ નિયમિતપણે યોજવાનું વિચારણા હેઠળ છે.

 ભાવિક, પ્રતિક સહિતના લોકોએ મંગળવારે તબીબ સેવા અને કેમ્‍પમાં આપવામા આવતી સારવાર ને બિરદાવી ટુક સમય મા ૫૦૦ થી વધુ લોકો આ કેમ્‍પ નો લાભ લેશે તેમ જણાવેલ હતુ.

(10:47 am IST)