Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમરેલી માર્કેટયાર્ડમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

અમરેલી :  શ્રી ખેતિવાડી ઉત્‍પન્ન બજાર સમિતિના સાવરકુંડલા રોડ ઉપર આવેલ મુખ્‍ય યાર્ડમાં ૩૩ માં રાષ્‍ટ્રીય રોડ સેફટી વીક અંતર્ગત કલેકટરના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. તથા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં  જિલ્લા આર.ટી.ઓ. ઓફીસર પઢીયાર તથા તેમની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ખેડુતભાઈઓ તથા વાહન ધારકોને વાહન અકસ્‍માત નિવારવા રોડ સેફટી અંગે  માર્ગદર્શન પૂરૂ પાડેલ તથા યાર્ડમાં આવેલ તમામ વાહનોમાં વિનામુલ્‍યે રેડીયમ પટ્ટીઓ લગાવી આપેલ તથા વાહન ચલાવતી વખતે સીટબેલ્‍ટ બાંધવા, હેલ્‍મેટ પહેરવા, મોબાઈલનો ઉપયોગ ન કરવા તથા ટ્રાફિક નિયમોનું ચુસ્‍તપણે પાલન કરી સહયોગ આપવા અનુરોધ કરેલ. આ સેમિનારમાં યાર્ડમાં આવેલ બહોળી સંખ્‍યામાં ખેડુતો તથા વાહન ધારકોએ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન મેળવી ૩૩માં રાષ્‍ટ્રીય રોડ સેફટી વીક કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ આપેલ તેમ બજાર સમિતિના સેક્રેટરી તુષાર હપાણીએ યાદીમાં જણાવેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(10:51 am IST)