Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ભુજ ભચાઉ રોડ પર માર્ગ અકસ્‍માતમાં ઘાયલ થયેલા બે જણના મોત

ચાર સવારીમાં એક જ બાઇક ઉપર જતાં કામદારોને ટ્રકે હડફેટે લીધા બાદ સારવાર દરમિયાન મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : ચાર દીવસ પહેલાં ભુજ ભચાઉ હાઇવે ઉપર ચાર સવારી સાથેના બાઈકને ટ્રકે હડફેટે લીધા બાદ ચારેય કામદારો ઘાયલ થયા હતા. જે પૈકી છીતરસિંહ ગોપાલસિંહ રાજપૂત ઉ.૩૨ રાજસ્‍થાન અને રાજેન્‍દ્રસિંહ સુગંદસિંહ રાજપૂત ઉ.૩૫નું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

બાઈક અને ટ્રકનો અકસ્‍માત મોખાણા ગામ પાસે થયો હતો. અકસ્‍માતનો ભોગ બનેલા કામદારોને પહેલાં ભુજ અને બાદમાં અમદાવાદ મધ્‍યે સારવાર માટે ખસેડાયા હતા. અન્‍ય બે કામદારો સારવાર હેઠળ છે. પદ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)