Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વ્‍યાજના ચક્રમાંથી ઉગારતી બગસરા પોલીસ

બગસરા, અમરેલી, તા. ર૦: આરોપી પ્રકાશ ભીખુભાઇ વાળા રહે. બગસરા વિવેકાનંદ સોસાયટી તા. બગસરા જી. અમરેલી વાળા પાસેથી વ્‍યાજે લીધેલ કુલ રૂા. ૪૦,૦૦૦/- ના વ્‍યાજ સહિત આશરે રૂા. રર૦૦૦૦/- પેપર સાથે આપેલ હોવા છતાં હજુ ફરી આજે આપેલ મુળ રકમ ૪૦૦૦૦/- ની માંગણી કરી બળજબરીપૂર્વક વ્‍યાજની રકમ કઢાવી હોય અને બેન્‍કના એકાઉન્‍ટના સહીવાળા કોરા ચેકનું રૂા. ૧૦૦ ના સ્‍ટેમ્‍પ પપેર ઉપર લખાણ બળજબરીથી કરાવી લઇ અને કોરા ચેકો સહી વાળા લઇ બેન્‍કમાંથી બાઉન્‍ડસ કરાવવાની ધમકી આપી તથા તેના પરિવારના સભ્‍યોએ જે ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કરેલ છે.

રાજય સરકાર દ્વારા વ્‍યાજખોરી નાબુદ કરવાની ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને મે.ડી.જી.પી. ગાંધીનગરનાઓ દ્વારા વ્‍યાજખોરી નાબુદ કરવા સારૂ સ્‍પેશ્‍યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંગે મે. પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી હેડ કવાર્ટર ખાતે વ્‍યાજખોરો ખાતેથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હોય. જેમાં વિપુલભાઇ ડાયાભા કરજાણીયા (ઉ.વ.૪૦) ધંધો-કડીયાકામ રહે. બગસરા અમારાપરા તા. બગસરા મો. નં. ૯૯૭૯૬ રરપ૬૯ વાળાઓ વ્‍યાજખોરીથી પીડિત હોય જેથી તેઓએ મે. પોલીસ અધિક્ષક અમરેલીનાઓને અરજી કરેલ હોય જે અનુસંધાને બગસરા પોલીસ સ્‍ટેશને કાર્યવાહી કરેલ.

ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક હિમકર તથા નાયબ પોલીસ  અધિક્ષક વિભાગ અમરેલી જે.પી. ભંડારી દ્વારા અમરેલી જીલ્લામાં બનેલ વ્‍યાજના ગુન્‍હાઓના આરોપીને પકડી પાડવા જરૂરી કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ઉપરોકત ગુન્‍હાના કામે બગસરા પો. સ્‍ટે. ના પોલીસ ઇન્‍સ ડી.વી. પ્રસાદ એ. ગુન્‍હો રજી કરેલ તેમજ પોલીસ ઇન્‍સ ડી.વી. પ્રસાદ તથા બગસરા પોલીસ સ્‍ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરી આ કામના આરોપીને પકડી પાડેલ છે.

(1:24 pm IST)