Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢ-અંજાર-અમરેલી સર્કલમાં સવારથી વીજ તંત્રનું ચેકીંગઃ ૧૦૩ ટીમો દ્વારા દરોડાઃ ર૪ ગામડા પણ આવરી લેવાયા

ત્રણ દિવસની શાંતિ બાદ આજ સવારથી જુનાગઢ-અંજાર-અમરેલી વીજ સર્કલમાં પીજીવીસીએલની ૧૦૩ ટીમો દ્વારા વીજ ચોરી ઝડપી લેવા ચેકીંગનો દોર શરૂ કરાયો છે, જેમાં જુનાગઢ રૂરલ-વીસાવદર-ભેંસાણ-બીલખા-વીસાવદર-૧, ર૪ ગામડા, ભચાઉ, બંદહાડી, બનીયારી, કાબરાઉ, અમરડી, અધોઇ, વામકા, નારા, જડસા, કઠંકોટ, તોરણીયા, સામખીયાળી, શીખરપૂર, સૂરજબારી, જૂના કટારીયા, મોરબી હાઇવે, બગસરા, કુંકાવાવ, ધારી ક્ષેત્રનો સમાવેશ થાય છે.

(1:21 pm IST)