Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પોરબંદરમાં માર્ગ સલામતી સપ્‍તાહના અંતિમદિને ટ્રાફીક અવેરનેસ નિબંધ સ્‍પર્ધા યોજાઇ : વિજેતાઓને ઇનામો

પોરબંદર,તા ૨૫ : ૩૩માં માર્ગ સલામતી સપ્તાહના છેલ્લા અને અંતિમ દિવસે ટ્રાફિક અવરનેસ વિષે નિબંધ સ્‍પર્ધા યોજાઇ હતી

માર્ગ સલામતી સપ્તાહના છેલ્લા અને અંતિમ દિવસે ટ્રાફિક અવરનેસ બાબતે ભાવસિંહજી હાઈસ્‍કૂલનાં વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન સ્‍પર્ધા યોજવામા આવેલ હતી.આ સ્‍પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત રૂપે રોકડ પુરસ્‍કાર આપવામા આવેલ.આ સ્‍પર્ધાનુ  આયોજન માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત ટ્રાફિક પોલીસ પોરબંદર ,ભાવસિંહજી હાઈસ્‍કૂલના ઈ/ચા પ્રિન્‍સીપાલ પરમાર, શિક્ષકગણ તથા સહયોગી સંસ્‍થા જે.સી.આઇ.પોરબંદર  દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

માર્ગ સલામતી સપ્તાહ સમાપન સમારોહ જીલ્લા તાલીમ કેન્‍દ્ર,પોલીસ હેડ કવાર્ટર પોરબંદર ખાતે યોજાયેલ જેમાં ઉપસ્‍થિત અધિકારીશ્રીઓએ પોતાના પ્રવચનમાં  લોકોને ટ્રાફિક નિયમો અવશ્‍ય પાળવા અનુરોધ કરેલ હતો. ૩૩મા માર્ગ સલામતી સપ્તાહ તા.૧૧/૦૧/૨૦૨ થી તા.૧૭ સુધી યોજવામા આવેલ તે દરમિયાન સામાજીક સંસ્‍થા,સ્‍કૂલ/કોલેજના વડાઓએ આપેલ સહકાર બદલ તેઓને  આભારપત્ર એનાયત કરી જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવેલ હતા.

(1:27 pm IST)