Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આટકોટ પોલીસે મોટા દડવાના બુટલેગર વિનુને હદપાર કર્યો

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૦ :.. આટકોટ પોલીસે મોટા દડવાના બુટલેગરને શહેર-જીલ્લામાંથી ત્રણ માસ માટે હદપાર કરેલ છે.

આટકોટ પંથકમાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા બુટલેગર વિનુ ઉર્ફે વિલાસ રામજીભાઇ જાદવ રે. મોટા દડવાને રાજકોટ શહેર અને જીલ્લામાંથી ત્રણ માસ માટે હદપારની દરખાસ્‍ત આટકોટના પીએસઆઇ જે. એચ. સિસોદીયાએ ગોંડલ સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટને કરતા આ દરખાસ્‍ત મંજુર થતા આટકોટ પોલીસે આ હુકમની બજવણી કરી વિનુને હદપાર કર્યો હતો.

(1:27 pm IST)