Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ખંભાળિયામાં રવિવારે વીર દાદા જસરાજજીની પુણ્‍યતિથિ નિમિત્તે રઘુવંશી જ્ઞાતિનું સમૂહ ભોજન

આયુષ્‍યમાન કાર્ડ તથા તબીબી કેમ્‍પનું પણ આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૦ : રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજજીની પુણ્‍યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ ૨૨ મીના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

વીર દાદા જસરાજજીની પુણ્‍યતિથિ -સંગે આગામી રવિવારે સાંજે જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે અત્રે બેઠક રોડ પર આવેલા આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત આ સ્‍થળે આયુષ્‍યમાન કાર્ડ કેમ્‍પ તથા રક્‍તદાન કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યો છે.

 આ સાથે અહીંની જાણીતી દેવભૂમિ હોસ્‍પિટલના નિષ્‍ણાંત દાંતના ડોક્‍ટર નિકિતાબેન રૂપારેલીયા તથા ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડોક્‍ટર ધ્‍વનીબેન બરછા (બીડીએસ) પણ રવિવારે સવારે ૧૦ વાગ્‍યાથી સાંજે ૫ વાગ્‍યા સુધી તેમની નિદાન અંગેની સેવા આપશે.

 વીર દાદા જસરાજજીની પુણ્‍યતિથિ નિમિત્તે વિવિધ સેવા કેમ્‍પ તથા રઘુવંશી જ્ઞાતિના બહેનોએ સાંજે ૬:૩૦ થી ૮:૩૦ તથા ભાઈઓએ રાત્રે ૮:૩૦ થી ૧૦ વાગ્‍યા સુધી સમૂહ પ્રસાદનો લાભ લેવા તેમજ લોહાણા મહાજન ટ્રસ્‍ટ દ્વારા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.

 આ સમગ્ર આયોજન માટે લોહાણા મહાજનના નેતળત્‍વ હેઠળ જ્ઞાતિની વિવિધ સેવા સંસ્‍થાઓના કાર્યકરો, યુવાઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(1:45 pm IST)