Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જામનગરમાં વ્‍યાજે લીધેલ રૂપિયા ચુકવી દીધા છતાં વધુ રકમની માંગણી કરતા છ શખ્‍સો સામે રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: અહીં પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જયરાજસિંહ ચંદુભા જાડેજા, ઉ.વ.ર૪, રે. વાછરાડાડાના મંદિર પાસે, દરેડ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે અઢી વર્ષ પહેલા અને તે પછી અવાર નવાર આજદિન સુધી આરોપીઓ જયંતીભાઈ ગોહીલ, વિજય બહાદુરસિંહ જાડેજા, મંગળસિંહ બહાદુરસિંહ જાડેજા, અનવરભાઈ જુશબભાઈ ખફી, જયદીપભાઈ ચંદુભાઈ ગૌસ્‍વામી, અર્જુનસિંહ માધુભા કેર એ નાણા ધીરધારનું લાઈસન્‍સ ધરાવતા ન હોવા છતા ફરીયાદી જયરાજસિંહને અઢી વર્ષના સમયગાળામાંઅલગ અલગ સમયે આરોપી જયંતીભાઈ એ રૂ.૭૦,૦૦૦/- તથા વિજય જાડેજા એ રૂ.૧,પ૦,૦૦૦/- તથા મંગળસિંહ એ રૂ.ર૦,૦૦,૦૦૦/-  તથા અનવરભાઈએ રૂ.૧પ,૦૦,૦૦૦/- તથા જયદીપભાઈએ રૂ.ર,૦૦,૦૦૦/- તથા અર્જુનસિંહએ રૂ.૪,૦૦,૦૦૦/- રૂપિયા માસીક વ્‍યાજ ર૦ ટકા ના ઉંચા વ્‍યાજદરથી આપી અને ફરીયાદી જયરાજસિંહ એ વ્‍યાજ સહિતની રકમ આપેલ હોય તેમ છતા ફરીયાદી જયરાજસિંહ પાસેથી આરોપીઓએ અંદાજે રૂ.૧,રપ,૦૦,૦૦૦/- ની અવાર નવાર ધાક ધમકી આપી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેમજ ફરીયાદી જયરાજસિંહ પાસે સ્‍ટેમ્‍પ પેપર ઉપર હાથ ઉછીના રૂપિયા આપેલાનું લખાણ લખાવી અને કોરા ચેકો લઈ અને તે ચેકોની કોર્ટમાં ફરીયાદી જયરાજસિંહએ આપેલ હોય અને હજુ પણ ફરીયાદી જયરાજસિંહ પાસે વધુ રકમ ની માંગણી કરી ધાક ધમકી આપી રૂપિયા બજબજરીથી કઢાવવા માટે ઉઘરાણી કરી અને રૂપિયા નહી આપે તો ફરીયાદી જયરાજસિંહને મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

 કારખાનામાં હાથફેરો કરતો તસ્‍કર

અહીં પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભુટાભાઈ રામાભાઈ ચાવડા, ઉ.વ.૩૬, રે. પાર્થ એપાર્ટમેન્‍ટ, પ૦૧, જકાતનાકા હરીયા કોલેજની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભુટાભાઈનું દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૩, પ્‍લોટ નં.૩૬૧ર/૧૩ માં દ્વારકાધીશ એકસ્‍ટ્રશન નામના કારખાનાની અંદર કોઈ અજાણ્‍યા ચોર ઈસમે રાત્રીના સમયે દિવાલ કુદી ગ્રાઉન્‍ડમાં પ્રવેશ કરી સેડની અંદર રાખેલ પીતળની બ્‍લેડો નંગ-૬ આશરે વજન ૧ર૬ કિલો કિંમત રૂ.૪૯૦૦૦/- નું લઈ જઈ ગુનો કરેલ છે.

યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહી રામાપીર મંદિરવાળી શેરી, ભીમવાસ-૦૩ માં રહેતા પ્રેમજીભાઈ મગનભાઈ રાઠોડ એ સીટી બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર આતીશ પ્રેમજીભાઈ રાઠોડ, ઉ.વ.રર વાળા એ પોતે પોતાના ઘરે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લઈ જઈ મરણ ગયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જગદિશસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ મસીતીયા રોડ, બજરંગ ફાર્મ પાસે, સ્‍ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં આરોપી પ્રમોદકુમાર મંગળસિંહ રાજપુત, રામબાબુ બલરામસિંગ રાજપુત, રાજકિશોર કનૈયાલાલ લોદી, ધર્મેન્‍દ્રકુમાર દેવીપ્રસાદ રાજપુત, રાજસિંગ ઉર્ફે દિપકસિંગ ધિરેન્‍દ્રસિંગ ઠાકુર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧ર૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ-૪૯, રોડ મામા સાહેબના મંદિર સામે આરોપી ઘનુભા દિપસિંહ જાડેજા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી જીગર ઉર્ફે રવિ કુસ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:45 pm IST)