Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આર્થિક સંકળામણથી કંટાળી રાજકોટના યુવકે મોરબીની હોટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

વ્રજ હોટલના રૂમને અંદરથી બંધ કરીને કેબલ વાયર વડે સીલીંગ પંખા સાથે બાંધીને ગળેફાંસો ખાધો

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળી રાજકોટના યુવકે મોરબીની હોટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર ૩માં રહેતા ૨૯ વર્ષીય સતિષભાઈ મચ્છાભાઈ સિંધવે તારીખ ૧૮/૦૧/૨૦૨૩ના રોજ મોરબી વ્રજ હોટલના રૂમ નંબર ૧૧૪ ને અંદરથી બંધ કરીને કેબલ વાયર વડે સીલીંગ પંખા સાથે બાંધીને ગળેફાંસો ખાધો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવકે આર્થિક સંકળામણથી કંટાળી અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:15 pm IST)