Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જેતપુરના યુવા ઉદ્યોગપતિએ રામમંદિર નિર્માણમાં અનુદાન

જેતપુર : કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પોતાનો ચેક અર્પણ કરતા તેનાથી પ્રેરાઇ યુવા ઉદ્યોગપતિ શૈલેષભાઇ હિરપરાએ લલીતભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં રૂ.૨,૧૧,૦૦૧નો ચેક નિર્માણમાં આપેલ. ઉપરાંત ચંદુભાઇ વઘાસીયા, મહેશભાઇ કાપડીયા, પ્રશાંતભાઇ કોરાટ સહિતનાએ પણ નિધિ અર્પણ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા સંઘચાલક ડો.વેકરીયા, સંયોજક દિપકભાઇ ત્રિવેદી, છગનભાઇ ઉસદડીયા, વિઠ્ઠલભાઇ કણજારીયા, નરેન્દ્રભાઇ કોટડીયા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. અનુદાન આપ્યું તે તસ્વીર.

(12:38 pm IST)