Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ધોળા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના ધોલા જંકશન યાર્ડ ખાતે 16.45 કલાકે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ સેક્શન પર રેલ ટ્રાફિકને અસર થઈ છે, જે નીચે મુજબ છે-
1. 19મી ફેબ્રુઆરી, 2023 ના રોજ ભાવનગરથી ઉપડતી ટ્રેન નંબર 22964 ભાવનગર –બાંદ્રા એક્સપ્રેસ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 20.45 કલાકે ઉપડશે.
2. ટ્રેન નંબર 12972 ભાવનગર – બાંદ્રા એક્સપ્રેસ 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 21.30 કલાકે ઉપડશે.
3. 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ મહુવાથી ઉપડતી ટ્રેન નંબર 20956 મહુવા - સુરત એક્સપ્રેસ 3 કલાકના વિલંબ સાથે 22.15 કલાકે મહુવા સ્ટેશનથી ઉપડશે.
4. ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ …ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 00.10 કલાકે (20.02.2023) 2 કલાકના વિલંબ સાથે ઉપડશે.
5. 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ ભાવનગરથી ઉપડતી ટ્રેન નંબર 09582 ભાવનગર –બોટાદ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 22.10 કલાકે ઉપડશે.
6. 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ ધોલા જંકશનથી ઉપડતી ટ્રેન નંબર 09583 ધોલા જંકશન – મહુવા 3 કલાકના વિલંબ સાથે ધોલા સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે.
7. 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ મહુવા સ્ટેશન થી ઉપડતી ટ્રેન નંબર 19206 મહુવા – ભાવનગર લીલીયા મોટા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થઈ છે જેના કારણે આ ટ્રેન લીલીયા મોટા અને ભાવનગર વચ્ચે રદ રહેશે.
રેલ યાત્રિયોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે, આમાં વધુ ફેરફારો થઈ શકે છે. ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની અવલોકન કરવા માટે જણાવાયુ છે. જેથી કોઈ અસુવિધા ન થાય.

(10:23 pm IST)