Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીના કાલિકા પ્લોટમાં ટીવી માસૂમ માટે મોતનું કારણ બન્યું :છ વર્ષની બાળકી ઘરે રમતી હોય ત્યારે ટીવી માથે પડતા મોત

-બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન મોત થયું

મોરબીના કાલિકા પ્લોટમાં ટીવી માસૂમ માટે મોતનું કારણ બન્યું હતું છ વર્ષની બાળકી પોતાના ઘરે રમતી હોય ત્યારે ટીવી માથે પડતા માથામાં ઈજા થતા માસૂમનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટના રહેવાસી અને હાલ કાલિકા પ્લોટમાં રહેતા મોસીન હારૂન કુરેશીની છ વર્ષની દીકરી માહીનુર પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા ટીવી માથા પર પડતા બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખાસેદ્વમાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું

  આ  બનાવ મામલે વધુ તપાસ એ ડીવીઝનના ASI જે એચ ઝાલા ચલાવી રહ્યા છે જેઓએ જણાવ્યું હતું કે મૃતક બાળકી તેના મામાના ઘરે આવી હતી અને રમતી હોય ત્યારે ટીવી માથે પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:44 pm IST)