Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સાળગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કેસુડાના દિવ્ય શણગાર એવં ધાણી, ખજૂર, દાળિયા વગેરેનો અનકોટ

અન્નકોટ દર્શનનો હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી :સોમવારે દાદાને ( ૫૦૧ કિલો ) ધારીનો અન્નકોટ

સાળગપુરધામ : વડતાલધામ દ્રિશતાબદી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત જગ વિખ્યાત યાત્રાધામ સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ, પુ, શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની પ્રેરણાથી તૅમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામિના માર્ગદર્શન હેઠળથી તા : ૧૯/૨/૨૩ ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને " કેસુડાના વાધા ધરાવી અને સિંહાસનને કેસુડાના દિવ્ય શણગાર કરી સવારે ૫ : ૪૫ શણગાર આરતી પૂજારી સ્વામી ડી, કે, સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી બપોરે ૧૧: ૩૦ કલાકે દાદાને ધાણી, મમરાના લાડુ, સિંગપાક, ખજૂરપાક વગેરેનો અનકોટ ધરાવવામાં આવેલ તૅમજ મંદિર પરિસરના ગ્રાઉન્ડમાં મારૂતિ યજ્ઞ યોજાયેલ હતો શનિવાર અને રવિવાર બંને દિવસ દાદાના દર્શનનો, મંગળા આરતી, શણગાર આરતી, અને અન્નકોટ દર્શનનો હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી અને ભોજનાલયમાં મહાપ્રસાદ લીધેલ હતો આ ઉપરાંત આજરોજ તા : ૨૦/ ૨ / ૨૩ ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવની શણગાર આરતી સવારે ૫:૪૫ કલાકે કરવામાં આવેલ તૅમજ આજૅ ( ૫૦૧ કિલો નો ધારીનો અન્નકોટ ) સવારે ૧૦:૦૦ થી ૧૨ : ૩૦ દરમ્યાન અન્નકોટ દર્શન યોજાયેલ હતા સાંજે સંધ્યા આરતી ૬:૩૦ કલાકે થશે જે પૂજારી સ્વામી  ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવાયું છે ,,

(11:54 pm IST)