Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કોડીનારના રાજમાર્ગ સમાન રોડ પર પાણીની રેલમ છેલ: હજ્જારો લીટર પાણીનો વેડફાટ: લોકો ત્રાહિમામ.: તંત્રનું ભેદી મૌન...!!

કોડીનાર : કોડીનારના છારાઝાંપા વિસ્તારથી દેવળી તરફ જતા મુખ્ય માર્ગ પર પાણીની લાઈન તૂટીતા હજ્જારો લીટર પાણી રોડ પર વહી જતાં જાણે પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

છેલ્લા એક અઠવાડિયાથી કોડીનાર વેલણ જતાં મુખ્ય માર્ગ પર કોડીનાર શહેર ના રાજમાર્ગ સમાન દેવળી રોડ પર નગરપાલિકા ગાર્ડન ની  નજીક પાણી ની લાઈન તૂટતાં તેમાંથી સતત વેહતા પાણી ના ફુવારા થી હજ્જારો લીટર પાણી જાહેર માર્ગ પર વહી રહ્યું છે ભારે પ્રમાણ માં પાણી વહેતા

આસપાસના દુકાનદારો અને જાહેર માર્ગ પરથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે પાઇપ લાઇન રિપેર કરવા માટે રોડ વચ્ચે ખાડો ખોદી નાખતા પસાર થતાં લોકો માં અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે.

 

આ તકે આર.એમ.બી ના ઇજનેર પટેલ ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ લાઈન કોઈ ખેડૂત ની પ્રાઇવેટ માલિકી ની છે કોની છે તે અંગે તપાસ ચાલું જ છે.તંત્ર દ્વારા ત્રણ થી ચાર વખત લાઈટ બંધ કરાવી રિપેર કરી પણ ફરી લાઈટ અવતાજ લાઈન માલિકો દ્વારા મોટર શરૂ કરી દેતા સંધો ખુલી જાય છે અને પણ નો વેડફાટ થાય છે માટે આ પાઇપ લાઇન ના માલિક ને શોધી નોટીસ આપી તેમના પર પગલાં ભરવામાં આવશે અને તત્કાલ રિપેર કરવામાં આવશે

(11:59 pm IST)