Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ગત વર્ષે બે બિહારી શ્રમિકોને ઈલેક્ટ્રીક શોર્ટ લાગી મોત મામલે ગોડાઉન માલિક વિરુદ્ધ ગુનો

ગોડાઉન માલિકે કારખાનાના દરવાજા બહાર સિમેન્ટ પથ્થરનો ઢાળીઓ કર્યો હોય જેના કારણે લોખંડનો ઘોડો બહાર કાઢતી વેળાએ ઇલેવન કેવી લઈને અડી જતા અકસ્માત સર્જાયો હતો

ગોંડલ: ગોંડલ જામવાડી જીઆઇડીસી ઔદ્યોગિક વસાહત ની પાછળ આવેલ તુલસી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગત વર્ષે બે બિહારી શ્રમિકોને ઈલેક્ટ્રીક સોટ લાગતા તેમના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જે તપાસ દરમિયાન ગોડાઉન માલિક દ્વારા બેદરકારી અને ગોડાઉનની બહાર ત્રણ ફૂટનો ઢાળીઓ કરવામાં આવ્યો હોય જેના પરિણામે બિહારી શ્રમિકોનાં મોત થયાનું  તારણ આવતા ગોડાઉન માલિક વિરોધ ગુનો નોંધાવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સ્ટેશન પ્લોટ માં રહેતા અને તુલસી ઇન્ડસ્ટ્રીઝમાં ગોડાઉન ધરાવતા દિનેશ કાંતિભાઈ શેઠ દ્વારા બિહારના લક્ષ્મણભાઈ સદા તથા મનોજ મોતીલાલ સદા ને ગોડાઉન માંથી અઢાર ફૂટ લાંબો લોખંડનો ઘોડો બહાર કાઢવાનું કહેવામાં આવ્યું હતું. જે બહાર કાઢતી વેળાએ આ લોખંડનો ઘોડો ઇલેવન કેવી ઉદ્યોગ ભારતી ફીડર લાઇનને અડી જતા બને શ્રમિક યુવાનોને કરંટ લાગતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને શહેર પોલીસ તેમજ પીજીવીસીએલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં ગોડાઉન માલિકની બેદરકારી જણાતા તેના વિરુદ્ધ આઈપીસી કલમ 304 અ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:00 am IST)