Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલમાં પાંચ વ્યાજખોરો વિરુદ્ધ મૂંગાવાવડીના યુવાને ફરિયાદ નોંધાવી:

ગોંડલ : ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે રહેતા યુવાન દ્વારા ધંધાની જરૂરિયાત માટે જુદા જુદા સમયે પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લેવામાં આવ્યા હતા જેને સવાયું દોઢું વ્યાજ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો સંતોષ માનતા ન હોય અને છાશવારે ગેરવર્તન કરી ધાકધમકી આપતા હોય પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂંગા વાવડી ગામે રહેતા મેહુલ તુલસીભાઈ વોરાએ નિખિલ ભીમજીભાઇ કોરાટ,પંકજ સાવલિયા, ભરત દિલીપભાઈ પરમાર, કલ્પેશ લોઢા ફુલવાળા અને અનિલ લુણાગરિયા વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં વ્યાજ અંગે પઠાણી ઉઘરાણી ની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 384 504 114 તથા નાણા અધિનિયમ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે ઉપરોક્ત લોકો પાસેથી તેઓએ જુદા જુદા સમયે આશરે 20-21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સવાયા દોઢા રકમ આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી શરૂ રાખી છાસવારે ગેર શબ્દો બોલી ધાક ધમકી આપવામાં આવતી હતી જેના કારણે ના છૂટકે તેઓને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી

(12:02 am IST)